યુનેસ્કોની અમૂર્ત ધરોહર યાદીમાં દિવાળીના તહેવારનો સમાવેશ થતા ગીર સોમનાથમાં “ઇન્ટેન્જિબલ દીપાવલી”ની રંગેચંગે ઉજવણી
ગીર સોમનાથ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ભારતના સૌથી મહત્વપૂર્ણ અને મુખ્ય તહેવાર ગણાતા દીપાવલીના તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણીના ભાગરૂપે દિપાવલીના પર્વમાં જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે
ગીર સોમનાથમાં “ઇન્ટેન્જિબલ દીપાવલી”ની રંગેચંગે ઉજવણી


ગીર સોમનાથ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ભારતના સૌથી મહત્વપૂર્ણ અને મુખ્ય તહેવાર ગણાતા દીપાવલીના તહેવારને યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરમાં સ્થાન પ્રાપ્ત થયું છે. આ ગૌરવપૂર્ણ ક્ષણની ઉજવણીના ભાગરૂપે દિપાવલીના પર્વમાં જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે છે. તેવી જ રીતે, જુદી-જુદી આકર્ષક રંગોળી બનાવી અને દીપ પ્રજજ્વલિત કરી સાંસ્કૃતિક ગ્રુપો દ્વારા લોક નૃત્ય સાથે પ્રભાસપાટણના રામમંદિર ખાતે આ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી.

આ નિર્ણય માત્ર ભારત માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે આનંદ અને ગૌરવનો વિષય બન્યો છે. આ ઐતિહાસિક સિદ્ધિએ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની ઉજવણીની વૈશ્વિક સ્વીકૃતિને દર્શાવી છે. આ સિદ્ધિને યાદગાર બનાવવા માટે કલેકટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓનો વિભાગ દ્વારા વિવિધ સાંસ્કૃતિક ગૃપો સાથે જરૂરી સંકલન કરી અને દીપ પ્રજ્જવલિત કરવામાં આવ્યાં હતાં, તેમજ લોકનૃત્ય સાથે આ સિદ્ધિની ઉજવણી કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે હંમેશા ભારતના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક ઓળખ અપાવવા માટે સાર્થક અને સતત પ્રયાસો કર્યા છે. આ પ્રયાસોના ફળસ્વરૂપ જ આજે વિશ્વફલક પર આપણી પરંપરા, સંસ્કૃતિ અને ઉત્સવપ્રિયતા સમગ્ર વિશ્વમંચ પર પ્રભાવક રીતે પ્રગટ થઈ છે.

દિવાળીનો યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની સૂચિમાં સમાવેશ એ માત્ર એક સિદ્ધિ નહી, પરંતુ ભારતીય સંસ્કૃતિની વૈશ્વિક સ્વીકૃતિની મહોર છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્ટિ અને ભારતની સાંસ્કૃતિક વિરાસતને સંરક્ષિત અને પ્રોત્સાહિત કરવાના સતત પ્રયાસોનું પરિણામ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande