હારીજમાં ઉર્જા બચત જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.)ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) ના હારીજ સબ-ડિવિઝન દ્વારા ઉર્જા બચત જાગૃતિ અભિયાન અંતર્ગત કુમાર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એનર્જી કન્ઝર્વેશન ડિસેમ્બર 2025 કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં
હારીજમાં ઉર્જા બચત જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન


પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.)ઉત્તર ગુજરાત વીજ કંપની (UGVCL) ના હારીજ સબ-ડિવિઝન દ્વારા ઉર્જા બચત જાગૃતિ અભિયાન અંતર્ગત કુમાર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. એનર્જી કન્ઝર્વેશન ડિસેમ્બર 2025 કાર્યક્રમ અંતર્ગત યોજાયેલી આ સ્પર્ધામાં ધોરણ 5 થી 8 ના કુલ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બાળકોને ચિત્રકામ માટે કંપની તરફથી ડ્રોઈંગ કિટ્સ આપવામાં આવી હતી.

સ્પર્ધાનો મુખ્ય વિષય 'ઉર્જા બચત' રહ્યો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પોતાની કલ્પના અને સર્જનાત્મકતા દ્વારા સુંદર ચિત્રો રજૂ કર્યા. પરિણામ મુજબ પ્રથમ ત્રણ ક્રમમાં ધોરણ 7 ના રાવળ દર્શન, ધોરણ 7 ના વાઘરી યાદવ દીપકભાઈ અને ધોરણ 6 ના ઠાકોર ઉમંગ પસંદ થયા.

આ પ્રસંગે UGVCL ના નાયબ ઇજનેર એસ.જે. પટેલ, જુનિયર આસિસ્ટન્ટ નીતિનભાઈ ઓઝા, શાળાના આચાર્ય ધરતીબેન, ગૌરવભાઈ ભાટેસરા તથા શાળાના સ્ટાફ ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande