જામનગર પોલીસ વિભાગના પાંચ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકે બઢતી
જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં પાંચ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકેનું પ્રમોશન મળતા પોલીસ પરિવારમાં આનંદની લાગણી છવાઇ છે. જામનગર જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્
હેડ કોન્સ્ટેબલને બઢતી અપાઈ


જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લામાં પાંચ હેડ કોન્સ્ટેબલને એએસઆઇ તરીકેનું પ્રમોશન મળતા પોલીસ પરિવારમાં આનંદની લાગણી છવાઇ છે. જામનગર જિલ્લાના જુદા-જુદા પોલીસ મથકમાં ફરજ બજાવતા પાંચ પોલીસ કર્મચારીઓને જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા બઢતી અપાઇ છે. અને તમામ પો.હેડ.કોસ્ટેબલને એએસઆઇ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

જેમાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ની દરબારગઢ પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ ગોરધનભાઇ વાલજીભાઇ ચાવડા, એલસીબી શાખામાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ અરજણભાઇ ધાનાભાઇ કોડીયાતર, સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ ધર્મીષ્ઠાબેન ઇશ્વરભાઇ ચૌધરી, જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ ભરતસિંહ દાનસીંગ કયોર અને જામજોધપૂર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ સુરેશભાઇ રામજીભાઇ પરમાર સહિત કુલ પાંચ એ.એસ.આઇ નો પ્રમોશન મળ્યો છે. જેના પગલે જામનગર પોલીસ બેડામાં આનંદની લાગણી છવાઇ ગઇ છે.

જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પો.હેડ.કોન્સ્ટેબલ ગોરધન વાલજીભાઇ ચાવડા ને એએસઆઇ નો પ્રમોશન મળ્યું હોવાથી જામનગર સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પીઆઇ નિકુંજસિંહ ચાવડા અને દરબારગઢ પોલીસ ચોકી ના પીએસઆઇ વસંતકુમાર ગામેતી દ્વારા પીપિંગ સેરમની કરવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande