ભુવડધામ ફીડરના ખાતમુહૂર્તનો શુભારંભ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો
ગીર સોમનાથ, 11 ડિસેમ્બર (હિ.સ.) : તાલાલાનાં ધારાસભ્ય ભગા બારડના ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોના પ્રવાસ દરમ્યાન ભૂવાટિંબી, વાસાવડ, ખેરા, પ્રાસલી, સોળાજ અને મોરડીયા સહિતના વિસ્તારોમાંથી સતત એક જ પ્રકારની રજૂઆત પ્રાપ્ત થઈ રહી હતી— કે છેલ્લા કેટલાંક
ફીડર”ના ખાતમુહૂર્તનો સુભ આરંભ


ગીર સોમનાથ, 11 ડિસેમ્બર (હિ.સ.) : તાલાલાનાં ધારાસભ્ય ભગા બારડના ગીર સોમનાથ જિલ્લાના વિવિધ ગામોના પ્રવાસ દરમ્યાન ભૂવાટિંબી, વાસાવડ, ખેરા, પ્રાસલી, સોળાજ અને મોરડીયા સહિતના વિસ્તારોમાંથી સતત એક જ પ્રકારની રજૂઆત પ્રાપ્ત થઈ રહી હતી— કે છેલ્લા કેટલાંક સમયથી પાવરમાં વારંવાર ટ્રીપિંગ થાય છે, જેના કારણે ગ્રામજનોને રોજિંદી જિંદગીમાં ભારે અસુવિધા ઊભી થતી હતી. ખેતી, ઘરગથ્થુ ઉપયોગ, વેપાર-ધંધા, શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી અનેક જરુરી સેવાઓ પર તેનો સીધી અસર જોવા મળી રહી હતી.

વિસ્તારના લોકોને આ સમસ્યામાંથી કાયમી રાહત મળે તે માટે ધારાસભ્ય ભગા બારડ દ્વારા તંત્ર સાથે ચર્ચા બાદ હાલની પાવર લોડ ક્ષમતા અને નેટવર્કનું વિશ્લેષણ કરવામાં આવ્યું. ટેકનિકલ ટીમે સ્પષ્ટ કર્યું કે લાંબી લાઇન અને વધતા લોડને કારણે ત્રિપિંગની સંભાવના વધી રહી છે.

આથી લાઇનનું વિભાજન (બાયફરકેશન) કરી નવા ફીડરની જરૂરિયાત અનુભવાઈ. આ તમામ પરિસ્થિતિને ધ્યાને લઇ આજે નવા “ભુવડધામ ફીડર”ના ખાતમુહૂર્તનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ નવા ફીડર લાઇનના કાર્યાન્વયન બાદ—

• ભૂવાટિંબી

• ખેરા

• વાસાવડ

• પ્રાસલી

• સોળાજ

• મોરડીયા

આ તમામ ગામોને સ્થિર અને નિરંતર વીજ પુરવઠો મળી રહેશે. ટ્રીપિંગની સમસ્યા ઘટશે અને ખેડૂતો, દુકાનદારો, વિદ્યાર્થીઓ તથા દરેક ઘરગથ્થુ વપરાશકર્તાને મોટી રાહત મળશે. રાજ્ય સરકાર અને પાવર વિભાગ દ્વારા ગ્રામ વિકાસને પ્રાથમિકતા આપે તે દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. આગામી સમયમાં પણ વિસ્તારોની જરૂરિયાતોને અનુરૂપ એવી વિકાસાત્મક સેવાઓ પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande