
સોમનાથ,11 ડિસેમ્બર (હિ.સ.) સુત્રાપાડા પો.સ્ટે. વિસ્તારમા બનવા પામેલ ખુનના ગંભીર ગુન્હાના આરોપીને શોધી કાઢવા અને બનાવ બાબતે વિસ્તારમાં કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તે બાબતે તકેદારી રાખવા સખત સુચના આપવામાં આવેલ છે.
ઉપરોક્ત સુચના અનુસંધાને સુત્રાપાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તામાં આવેલ મોરાસા ગામે બનવા પામેલ બનાવની હકીકત મુજબ ફરીયાદી હેમકુંવરબા વા/ઓ ભાવસંગ રામસંગ રાઠોડ રહે મોરાસા વાળા પોતાના રહેણાંક મકાને રસોડામા રસોઈ બનાવતા હોય, અને મરણજનાર અજીતસિંહ ભાવસંગ રાઠોડ ત્યાં બાજુમાં બેસીને જમતા હોય, તે દરમ્યાન આરોપી હિતેષસિંહ ભાવસંગ રાઠોડએ ફરીયાદી પાસેથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરતા ફરીયાદી તથા મરણજનાર પાસેથી આરોપી અવાર નવાર રૂપિયાની માંગણી કરતો હોય. અને કામ થયો કરતો ન હોય, જેથી મરણજનારએ ફરીયાદીને રૂપિયા આપવાની ના પાડતા આવેશમાં આવી આરોપીએ બાજુમાં પડેલ લાકડાના ખાટલાનો પાયો લઇ મરણજનારના માથાના આગળના ભાગે તથા પાછળના ભાગે મારી મરણજનારને માથાના ભાગે ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવી જીલ્લા મેજી.સા. ગીર સોમનાથના હથિયાર બંધી જાહેરનામા ભંગનો ગુન્હો કરેલ હોય અને આ ખુનના ગંભીર બનાવ બાબતે સુત્રા પાડા પો.સ્ટે. બી.એન.એસ. કલમ ૧૦૩(૧) તથા જીપી એક્ટ કલમ ૧૩૫ મુજબનો ગુન્હો રજી કરી મોરાસા ગામમાં ઇન્યાજે પીલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. લોહ તથા પો.હેડ કોન્સ. વિનુદુર્લભભાઇ ડોડીયા તથા જગદીશહમીરભાઇ ગોહિલ
તથા પો.કોન્સ. ભાવેશ ભીખુભાઇ પરમાર તથા મુકેશભાઇ દાસાભાઈ વાહેર દ્વારા પેટ્રોલીંગ કરી. આરોપીની ભાળ મેળવી ગણતરીના કલાકોમાં આરોપીને રાઉન્ડઅપ કરી આરોપીને ધોરણસર અટક કરવામા આવેલ છે. જે ગુન્હાની આગળની તપાસ ઈ-ન્યાજ પોલીસ ઇન્સપેક્ટર આર.એચ. લોહ ચલાવી રહેલ છે.
ધંધો કરતો આરોપી તથા મરણજનાર બન્ને સગા ભાઇઓ હોય, અને આરોપી કાંઇ ન હોય અને મરણજનાર તથા પોતાની માતા ફરીયાદી પાસેથી અવાર-નવાર રૂપિયાની માંગણી કરતો હોય, ગઇ તા.૦૯/૧૨/૨૦૨૫ના રોજ આરોપીએ ફરીયાદી પાસેથી પાંચ હજાર રૂપિયાની માંગણી કરતા મરણજનારએ ફરીયાદીને રૂપિયા આપવાની ના પાડતા. આરોપીએ બાજુમા પડેલ લાકડાના ભાંગેલા ખાટલાનો પા લઇ મરણજનારના માથાના ભાગે મારી માથાના ભાગે ગંભીર પ્રકારની જીવલેણ ઇજાઓ કરી મોત નિપજાવેલ છે.
આરોપીનું નામ હિતેષસિંહ ભાવસંગ રાઠોડ રહે.મોરાસા તા.સુત્રાપાડા જી.ગીર સોમનાથ
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ