
સોમનાથ,11 ડિસેમ્બર (હિ.સ.) ઊના- ગીરગઢડા પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના ખરીફ પાકને વ્યાપક નુકશાન પહોંચાડેલ અને ખેડૂતોના હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જતા હાલ બેહાલ થયા હતા. સમગ્ર પંથકમાં વ્યાપક નુકશાની જવાથી સરકાર દ્વારા સહાય જાહેર કરેલ અને આ સહાય 2 હેક્ટર સુધી
નુકસાની થયેલ હોય એ મર્યાદામાં આપવાનું નક્કી કરેલ હોય જે અનુસંધાને ઊના -ગીર ગઢડા પંથકના 38,275 ખેડૂતોએ નુકસાનીની સહાય અંગેના 22 દિવસમાં ફોર્મ ભરેલ જેમાં ઊના પંથકના 20,789 તેમજ ગીરગઢડા પંથક 17,486 ખેડૂતોએ નુકસાની અંગે ફોર્મ ભરેલ હતા. હાલ સરકાર દ્વારા ખેડૂતોને સહાય ની રકમ ખાતામાં જમા થવા લાગી વિસ્તરણ ખેતીવાડી અધિકારી કીર્તિ
રાઠોડે જણાવેલ કે જે સહાય ફોર્મ ખેડૂતોએ ભરેલ છે તમામના ખાતામાં ટૂંક સમય -સહાયની રકમ જમા થઈ જ ત્યારે હજુ સુધી નુકસાની-રકમ કેટલી જમા થઈ એ સમ્પૂર્ણ સહાય ખેડૂતોના ખાતામાં જમા થયા બાદ ખ્યાલ આવે. પર સરેરાશ 1 હેક્ટર ગણવા-આવે તો ઊના પંથક-20,789 ખેડૂતોના સહાયન રકમ રૂ.45 કરોડથી વધુ થા પરંતુ સહાયનો સાચો આંક ચોક્કસ સહાય ચૂકવાયા બાદ ખ્યાલ આવી શકશે
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ