પોરબંદર ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે હાઈટ આધારિત પસંદગી કરાશે
પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓ તારીખ 01-01-2011 પછી જન્મેલા હોઈ તેવા ભાઈઓ અને બહેનો માટે હાઈટના આધારે ખેલાડીઓની પસંદગી પ્રકીયા તા.18 અને 19 ડિસ
પોરબંદર ખાતે જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ માટે હાઈટ આધારિત પસંદગી કરાશે


પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટ્સ સ્કૂલ યોજના અંતર્ગત ખેલાડીઓ તારીખ 01-01-2011 પછી જન્મેલા હોઈ તેવા ભાઈઓ અને બહેનો માટે હાઈટના આધારે ખેલાડીઓની પસંદગી પ્રકીયા તા.18 અને 19 ડિસેમ્બર, 2025ના રોજ સરદાર પટેલ રમત સંકુલ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સાંદીપની મંદિર સામે પોરબંદર ખાતે સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી યોજાશે.

પસંદગી પ્રકીયા માટે હાઈટ હંટના માપદંડોમાં તા.01-01-2011 પછી જન્મેલા બહેનો જેમની ઉંચાઈ 163 સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે, અને તા.01-01-2011 પછી જન્મેલા ભાઈઓ જેમની ઉંચાઈ 183 સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઇ શકશે.

હાઈટ હંટના માપદંડોના નિયમો અનુસાર જન્મ તારીખ, નિયત ઊંચાઈ ધરાવતાં અને રમત ગમતમાં રસ ધરવતા ખેલાડીઓએ જન્મ તારીખનું પ્રમાણપત્ર અને આધાર કાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ માટે) સરદાર પટેલ રમત સંકુલ,પોરબંદર ખાતે ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે

આ યોજનાની વધુની માહિતી માટે ખેલાડીઓ કન્વીનર મશરૂભાઈ રબારી મોબાઈલ નંબર- 9724868257 અથવા જિલ્લા રમત વિકાસ અધિકારી પોરબંદરની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande