ચાણસ્મા તાલુકાના ઝીલિયાવાસણામાં નવી આંગણવાડીનું લોકાર્પણ
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) : ચાણસ્મા તાલુકાના ઝીલિયાવાસણા ગામે 15 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ નવી આંગણવાડી મકાનનું ગુરુવારે લોકાર્પણ થયું. આ મકાનમાં આર.ઓ. પ્લાન્ટ દ્વારા શુદ્ધ પીવાનું પાણી, શૌચાલય અને અન્ય આધુનિક સુવિધાઓ પૂરાપૂરી સજ્જ કરાઈ છે.

લોકાર્પણ પ્રસંગે અસઈ ગ્લાસ કંપનીના અધિકારીઓએ ગામના સેવાકીય, શૈક્ષણિક તથા આરોગ્યલક્ષી કાર્યોમાં ભવિષ્યમાં પણ સહયોગ આપવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ કાર્યક્રમમાં અસઈ ગ્લાસના નંદન ઠાકોર અને સંજય ગીરી, ઈ.સી.ડી.પી.ઓ. ચંદ્રિકા સથવારા, સરપંચ નિશા સુનિલસિંહ, તલાટી નિતા દેખાઈ, દિનેશ પરમાર, ઉપસરપંચ રમીલા પટેલ, આંગણવાડી તથા આરોગ્ય કાર્યકરો અને અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ

 rajesh pande