જૂનાગઢ જિલ્લાના પ્રથમ ખેડૂત જેમણે પ્રાકૃતિક ખેતીના વેચાણ માટે ઈ-માર્કેટ બનાવ્યુ
જૂનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કુકસવાડામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પંડિતે પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. રાજ્ય સરકારની મદદથી પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શ
પ્રથમ ખેડૂત જેમણે પ્રાકૃતિક ખેતીના વેચાણ માટે ઈ-માર્કેટ બનાવ્યુ


જૂનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના કુકસવાડામાં રહેતા પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પંડિતે પ્રાકૃતિક ખેતીને આધુનિક ટેક્નોલોજી સાથે જોડીને એક અનોખું ઉદાહરણ પ્રસ્તુત કર્યું છે. રાજ્ય સરકારની મદદથી પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન મેળવી માત્ર 6 વીઘા જમીનમાંથી તેઓ વર્ષે ₹ 10 થી 12 લાખની આવક મેળવી રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈએ પોતાની પ્રાકૃતિક કૃષિ પેદાશોને વેચાણ કરવા માટે વેબસાઈટ બનાવી છે. જેના થકી આજે ગાયના ઘી, ઉપરાંત પંચગવ્ય પ્રોડક્ટ, ઔષધીઓ મિશ્રિત ચા, શેમ્પુ, નાળિયેરીનુ તેલ, ગૌમુત્રની ફિનાઈલનું વેચાણ કરી રહ્યા છે. તેમના દેશી ગાયના શુદ્ધ ઘી તથા પંચગવ્ય આધારિત ઉત્પાદનોની ડિમાન્ડ અમદાવાદ, સુરત અને મુંબઈ સુધી રહે છે.

છ વર્ષ પહેલાં રાસાયણિક ખેતી છોડીને સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી અપનાવનાર મોહનભાઈ આજે નાળિયેરી, કેળા, હળદર, સુરણ, આંબા અને રતાળુની મિશ્ર-બહુસ્તરીય પદ્ધતિથી ખેતી કરે છે. ગાયના ગોબર-ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત, ઘનજીવામૃત અને વિવિધ પ્રાકૃતિક કીટનાશકોનો જ ઉપયોગ કરીને તેઓ ખેતરમાં એક પણ રૂપિયાનું રાસાયણિક ખાતર કે દવા વાપરતા નથી.

ધોરણ- 10 સુધી ભણેલા ખેડૂત મોહનભાઈ પંડિત પોતાની પ્રાકૃતિક ખેતીની વાત કરતા જણાવ્યું હતું કે, શરૂઆતમાં મોબાઈલ એંજન્સીનો બિઝનેસ કરતો હતો. માર્કેટિંગનુ ફીલ્ડ પણ મને ગમતું હતું. પરંતુ કોરોના કાળ દરમિયાન મોબાઇલનો ધંધો બંધ થઈ ગયો.

આ ઉપરાંત બીમાર ગાયની સંસ્થામાં હું સેવા આપતો હતો. ત્યારે ગાયને કેન્સર ઉપરાંત તેના શરીરમાંથી પ્લાસ્ટિક નીકળતા જોયું છે. ત્યારે મનોમન નક્કી કરી લીધું કે, સમગ્ર જીવ સૃષ્ટિને પેસ્ટીસાઈડ્સ, પ્લાસ્ટિક નુકસાન કરી રહ્યું છે. ત્યાર પછીથી તેમને પોતાની જમીનમાં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી. તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિએ દરેક સૃષ્ટિના દરેક જીવનું કલ્યાણ થવા માટેનું એકમાત્ર માર્ગ છે. પ્રાકૃતિક કૃષિ થકી સૌપ્રથમ ખેડૂત પોતે અને પોતાના પરિવારને સ્વસ્થ જીવન આપી શકે છે.

મોહનભાઈએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં મેં પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધી હતી. આત્મા સાથે જોડાયો હતો. બાગાયત વિભાગ સહિતના અધિકારીઓનું માર્ગદર્શન મળ્યું હતું. આ સાથે સરકારની વિવિધ પ્રાકૃતિક કૃષિ માટેની યોજનાઓનો પણ લાભ લીધો છે. આ ઉપરાંત તેમણે પદ્મશ્રી સુભાષ પાલેકર ની પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ લીધી હતી.

આજે મોહનભાઈ તેમની 6 વીઘા જમીનમાં નાળિયેરી, કેળ, હળદર, સુરણ, આંબા મોરી સહિતના પાકોની મિશ્ર પાક પદ્ધતિથી ખેતી કરે છે. સાથે જ પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો પાસેથી ગાયના ઘીનું બ્રાન્ડિંગ અને પેકિંગ કરી અમદાવાદ, સુરત, મુંબઈ સુધી તેઓ વેચાણ કરી રહ્યા છે. આ ઉપરાંત પંચગવ્ય પ્રોડક્ટ, ઔષધીઓ મિશ્રિત ચા,શેમ્પૂ,તેલ, નેચરલ ફ્લોર ક્લીનર ગોનાઈલ, મોબાઇલ માટે એન્ટીરેડીએશન ચીપ, પેઈનકીલર ઓઈલ સહીતની પ્રોડકટનું વેચાણ કરે છે. તેઓ નાળિયેર, કેળા ના ટીસ્યુ G9 કેળા ડીલર શીપ પણ ધરાવે છે. તેમજ આજુ બાજુના ખેડૂતો ને વૈજ્ઞાનિક પઘ્ધતિ દ્વારા પ્રાકૃતિક કૃષિ દ્વારા વધુ ઉત્પાદન મેળવવા પ્રેરણા આપી રહ્યા છે.

મોહનભાઈ એ પદ્મ સુભાષ પાલેકર પાસે થી પ્રાકૃતિક કૃષિ માટે તાલીમ લીધી છે. નાળિયેર કેળાના ટીસ્યુ G9 કેળા ડીલર શીપ ધરાવતા તેમજ આજુ બાજુના ખેડૂતો ને વૈજ્ઞાનિક પઘ્ધતિ દ્વારા પ્રાકૃતિક કૃષિ દ્વારા વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે.

માળીયાહાટીના તાલુકાના કુકસવાડા ખાતે તેમનું ગૌકૃપા ફાર્મ એ આત્માનું મોડેલ ફાર્મ જાહેર થયેલ છે. તેમજ ગુજરાતની સૌ પ્રથમ નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી હાલોલ ચાલતા પ્રોજેકટ અંતર્ગત રિસોર્સ સેન્ટર છે. દર મહિને 60 જેટલા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના પાંચ આયામો જેમકે બીજામૃત, જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદાન, વાપસા મિશ્રપાકનું પ્રેક્ટિકલ તાલીમ આપી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande