
જુનાગઢ,11 ડિસેમ્બર (હિ.સ.) જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જૂનાગઢ આયોજિત જિલ્લાકક્ષાનો કલાઉત્સવ ત્રણ દિવસ ડાયેટ ખાતે સફળતા પૂર્વક યોજાયો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોમાં કોઈને સુષુપ્ત શક્તિઓ રહેલી હોય છે, જે શક્તિઓને બહાર લાવવા કલાઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કલા ઉત્સવમાં તાલુકામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને આવેલા વિદ્યાર્થીઓને જૂનાગઢ ખાતે જિલ્લા કક્ષામાં ભાગ લેવાનો મોકો મળ્યો હતો.
બાળ કવિ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, ગાયન અને વાદન સ્પર્ધા એમ કુલ ચાર સ્પર્ધાઓ નું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક એમ ત્રણ કેટેગરીના બાળકોને પોતાની કલા પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો હતો. કલા ઉત્સવમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર ને 1000 રૂપિયા દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનારને 800 રૂપિયા તેમજ તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારને 500 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. અને સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહિત કરવા માટે સર્ટિફિકેટ તેમજ મોમેન્ટો આપવામાં આવી હતી. પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર દરેક વિદ્યાર્થીને ઝોન કક્ષાએ પોતાની શક્તિ પ્રદર્શિત કરવાનો મોકો મળશે.
રજીસ્ટ્રેશન પ્રાર્થના કાર્યક્રમ બાદ સૌના સ્વાગત ભૂમિકા પ્રાચાર્ય આશા રાજ્યગુરૂએ કર્યું હતું. ગાયન-વાદન બાળકવિ-ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયકઓએ સુંદર સેવા બજાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશગિરી મેઘનાથીએ કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ