
જૂનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ સુપોષણ અભિયાન અંતર્ગત આજે ભેસાણ તાલુકાના ચણાકા ગામની આંગણવાડી કેન્દ્રની મુલાકાત કરી હતી, આ દરમિયાન તેમણે પોષણયુક્ત આહાર, સ્વચ્છતા તથા દૈનિક વ્યવસ્થાઓ અંગે નિરીક્ષણ કર્યું હતું. સાથે જ આ સંદર્ભે આંગણવાડી કાર્યકરોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ પણ આપી હતી.
જિલ્લા કલેક્ટરએ ખાસ આંગણવાડી કેન્દ્રના નાના ભૂલકાઓ સાથે પણ કાલીઘેલી ભાષામાં વાત કરી બાળકો પ્રત્યેનો વાત્સલ્યભાવ વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત તેમણે આંગણવાડી સંચાલક બહેનોને બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે પણ જરૂરી માર્ગદર્શન કર્યું હતું. તેમ બાળ વિકાસ યોજના અધિકારી ભેંસાણની યાદીમાં જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ