
જુનાગઢ, 11 ડિસેમ્બર (હિ.સ.) જૂનાગઢમાં સાયકલીંગ એસોસીએશન, સાયકલીંગ ક્લબ અને ગુજરાત સ્પોર્ટસના સહયોગથી સાયક્લોથોલ 2025નું આયોજન કરાયું છે. તા. 14 ડિસેમ્બર રવિવારના રોજ ગાંધીગ્રામ પોસ્ટઓફિસથી કુલ 4 પ્રકારની રાઇડ રાખી છે. જેમાં 2કિમી, 10 કિમી ફન રાઇડમાં બન્નેમાં પ્રથમ 250 રજીસ્ટ્રેશન કરનારને મેડલ તથા પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમજ 50
કિમી અને 100 કિમીમાં ભાગ લેનાર તમામને મેડલ પ્રમાણપત્ર ઉમરના આપવામાં આવશે. આ રાઈડમાં કોઈ પણ ભાઈઓ-બહેનો જોડાઈ શકશે. રાઈડની કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફ્રી રાખવામાં આવી નથી.
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ