પોરબંદરમાં કચરો ફેકવાની બાબતે છરી વડે હુમલો
પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં કચરો ફેંકવાની બાબતે બે પ્રૌઢ વચ્ચે મારામારીમા છરી અને લાકડી વડે હુમલો કરવામા આવતા બન્ને ઈજાગ્રસ્ત બન્યા હતા. પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધાય છે. કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખ દે
પોરબંદરમાં કચરો ફેકવાની બાબતે છરી વડે હુમલો


પોરબંદર, 11 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં કચરો ફેંકવાની બાબતે બે પ્રૌઢ વચ્ચે મારામારીમા છરી અને લાકડી વડે હુમલો કરવામા આવતા બન્ને ઈજાગ્રસ્ત બન્યા હતા. પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોંધાય છે. કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા મનસુખ દેવાશી શીગરખીયા પર કચરો ફેંકવાના મનદુઃખને લઇ પાડોશમા રહેતા ગોવિંદભાઇ દુદાભાઇ સાદીયાએ ભુંડી ગાળો આપી છરી વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આર્પી હતી તો સામા પક્ષે ગોવિદભાઇ દુદાભાઇ સાદીયાએ પણ કચરો ફેંકવાના મનદુ:ખને લઇ મનસુખ સાદીયાએ ભુંડી ગાળો આપી લાકડી વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કમલાબાગ પોલીસે બન્ને પક્ષે ફરીયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande