રૂપિયા 500 થી 4,000 સુધીના મેરેજ બોક્સ, દરેક બજેટ માટે ખાસ પેકિંગ
અમરેલી,11 ડિસેમ્બર (હિ.સ.) અમરેલીમાં ચાલી રહેલી લગ્નોની ધૂમ વચ્ચે મેરેજ બોક્સની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ આકર્ષક બોક્સ માત્ર એક સામાન્ય ગિફ્ટ નહીં, પરંતુ લગ્ન પ્રસંગને ખાસ સ્પર્શ આપતી અનોખી ઓળખ બની ચૂક્યા છે. વધતી માંગ, સુંદર ડિઝાઇન અને પ્રીમિ
રૂપિયા 500 થી 4,000 સુધીના મેરેજ બોક્સ, દરેક બજેટ માટે ખાસ પેકિંગ


અમરેલી,11 ડિસેમ્બર (હિ.સ.) અમરેલીમાં ચાલી રહેલી લગ્નોની ધૂમ વચ્ચે મેરેજ બોક્સની લોકપ્રિયતા સતત વધી રહી છે. આ આકર્ષક બોક્સ માત્ર એક સામાન્ય ગિફ્ટ નહીં, પરંતુ લગ્ન પ્રસંગને ખાસ સ્પર્શ આપતી અનોખી ઓળખ બની ચૂક્યા છે. વધતી માંગ, સુંદર ડિઝાઇન અને પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સના ઉપયોગને કારણે આ મેરેજ બોક્સ હવે સ્થાનિક બજારથી આગળ વધીને દૂરનાં વિસ્તારો સુધી પહોંચ્યા છે.

સૌરાષ્ટ્રમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે. લગ્ન પ્રસંગોને યાદગાર બનાવવા માટે લોકો વિવિધ ટ્રેન્ડિંગ ગિફ્ટ આઇટમ્સ પસંદ કરી રહ્યા છે, જેમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મેરેજ બોક્સ ખૂબ લોકપ્રિય બન્યા છે. ખાસ કરીને અમરેલી શહેરમાં બસ સ્ટેન્ડ વિસ્તાર પાસે આવેલ શીતલ ફૂડ દ્વારા બનાવવામાં આવતા મેરેજ બોક્સની માંગ સતત વધી રહી છે. હાલમાં બજારમાં આ બોક્સ 400 થી 4,000 રૂપિયા સુધીના ભાવમાં ઉપલબ્ધ છે, જેના કારણે દરેક વર્ગના ગ્રાહકો માટે પસંદગીનો વિસ્તાર વિશાળ બન્યો છે.

મેરેજ બોક્સ બનાવવા માટે કાર્યરત રાકેશ જાએ જણાવ્યું કે તે મૂળ નેપાળના રહેવાસી છે અને છેલ્લા 25 વર્ષથી આ વ્યવસાય સાથે નિષ્ઠાપૂર્વક જોડાયેલા છે. કંપનીએ તેમને મેરેજ બોક્સ બનાવવાની જવાબદારી સોંપી છે, જે તેમને લાંબા સમયથી સફળતાપૂર્વક નિભાવી છે. રાકેશ જાએ ઉમેર્યું કે આજથી 10 વર્ષ પહેલાં જ્યારે મેરેજ બોક્સનો ટ્રેન્ડ શરૂ થયો, ત્યારે બોક્સની કિંમત 200 થી 1,000 રૂપિયા સુધી હતી. પરંતુ વધતી માંગ, વધુ શણગાર અને પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સના ઉપયોગને કારણે, હવે બોક્સની કિંમત 500 થી 4,000 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

લગ્નની સિઝનમાં મેરેજ બોક્સની સૌથી વધુ માંગ રહે છે. હાલ રોજ 50થી વધુ બોક્સનું વેચાણ થઈ રહ્યું છે, જે સ્થાનિક બજારમાં આ વ્યવસાયની લોકપ્રિયતા દર્શાવે છે. દરેક બોક્સમાં વિશિષ્ટ વેરાઇટીઓ સાથે પ્રીમિયમ ગુણવત્તાના ખાદ્યપદાર્થો સજાવેલાં હોય છે. સામાન્ય રીતે એક મેરેજ બોક્સમાં કાજુ, બદામ, અંજીર, અખરોટ, પિસ્તા, કિસમિસ અને વિવિધ પ્રકારની ચોકલેટ્સ સામેલ હોય છે. આ બોક્સને આકર્ષક રિબન, કલરફુલ પેકિંગ મટિરિયલ અને આધુનિક ડિઝાઇનથી વિશેષ રીતે સજાવવામાં આવે છે, જેથી તે લગ્ન પ્રસંગમાં ગિફ્ટ માટે સંપૂર્ણ રીતે યોગ્ય બને.

મેરેજ બોક્સ હવે માત્ર એક સામાન્ય ગિફ્ટ નહીં પરંતુ લગ્ન પ્રસંગોની અનોખી ઓળખ બની ગયા છે. સુંદર ડિઝાઇન, પ્રીમિયમ ડ્રાયફ્રૂટ્સ અને ગુણવત્તાયુક્ત પેકિંગને કારણે અમરેલીના આ મેરેજ બોક્સની માંગ માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ દૂર-દૂરના વિસ્તારોમાંથી પણ સતત વધતી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande