પાટણ સેસન્સ કોર્ટનો કડક ચુકાદો: 2018ના ધારૂસણ ગામના ધવલ જોશી હત્યા કેસમાં મુખ્ય આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) પાટણ સેસન્સ કોર્ટએ 2018ના ધારૂસણ ગામના ધવલ જોશી હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ત્રણમાંથી મુખ્ય આરોપી સચિન બાબુભાઈ પ્રજાપતિને તેના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ છે. સાથે જ ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છ
પાટણ સેસન્સ કોર્ટનો કડક ચુકાદો: 2018ના ધારૂસણ ગામના ધવલ જોશી હત્યા કેસમાં મુખ્ય આરોપીને અંતિમ શ્વાસ સુધી કેદ


પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) પાટણ સેસન્સ કોર્ટએ 2018ના ધારૂસણ ગામના ધવલ જોશી હત્યા કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. ત્રણમાંથી મુખ્ય આરોપી સચિન બાબુભાઈ પ્રજાપતિને તેના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાઈ છે. સાથે જ ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે, જે રકમ મૃતકની માતાને વળતરરૂપે ચૂકવવાનું રહેશે.

જજ એમ.એ. શેખે સચિન પ્રજાપતિને IPC કલમ 302, 201, 120(બી), 34 તથા GP એક્ટ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. દંડ ન ભરે તો વધારાની એક વર્ષની સાદી કેદનો પણ હુકમ કરવામાં આવ્યો છે. IPCની અન્ય કલમો હેઠળ પાંચ વર્ષની સાદી કેદ અને ₹10 હજારનો દંડ, તથા GP એક્ટ 135 હેઠળ બે માસની સાદી કેદની સજા પણ ફટકારાઈ છે.

સરકારી વકીલ જે.ડી. ઠક્કરે દલીલ કરી હતી કે આરોપીએ ખૂન જેવો ગંભીર ગુનો કર્યો છે અને મૃતકની માતાએ 18 વર્ષના દીકરાના મૃત્યુનું દુખ વ્યક્ત કરી કડક સજાની માંગણી કરી હતી. તેઓએ કોર્ટને વિનંતી કરી હતી કે આવા ગુનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે સખત સજા જરૂરી છે.

કોર્ટએ બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ 141 પાનાના ચુકાદામાં જણાવ્યું કે સચિન પ્રજાપતિ અને બે કિશોરોએ કાવતરું રચી ધવલ જોશીની હત્યા કરી છે. સચિન પ્રજાપતિએ ચપ્પુ વડે જીવલેણ ઇજાઓ પહોંચાડતાં તે મુખ્ય આરોપી હોવાનું કોર્ટએ સ્પષ્ટ કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande