
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) પાટણ જિલ્લાના રાધનપુર પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 15 વર્ષથી ફરાર રહેલા ભુપતસિંહ ઉર્ફે કલસિંહ નાયકને ચોક્કસ બાતમીના આધારે ગોધરા બસ સ્ટેન્ડ પરથી ઝડપી પાડ્યો હતો.રાધનપુરના નાસતા-ફરતા સ્કોડના PSI એચ.વી. ચૌધરી અને તેમની ટીમ ગુનાઓમાં ફરતા આરોપીઓને પકડવાની વિશેષ કામગીરી ચલાવી રહી હતી.
મળેલી બાતમી અનુસાર કરવામાં આવેલી તાત્કાલિક કાર્યવાહી બાદ આરોપીને B.N.S.S. કલમ 35(1) મુજબ અટકાયત કરીને વધુ કાયદેસરની કાર્યવાહી માટે સાંતલપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ