
- 19 ડિસેમ્બરે અપડેટેડ મતદારયાદી જાહેર થશે.
ગાંધીનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : ગુજરાત સહિત દેશભરમાં 12 રાજ્યમાં ચાલી રહેલ SIRની સમયમર્યાદા ચૂંટણીપંચે આ પહેલાં 30 નવેમ્બરે SIRની સમયમર્યાદા એક સપ્તાહ વધારવાની જાહેરાત કરી હતી. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની અંતિમ તારીખ 6 રાજ્યોમાં લંબાવવામાં આવી છે. ગુજરાત સહિત 5 રાજ્યોમાં એને એક અઠવાડિયા માટે લંબાવવામાં આવી છે.
ગુજરાતમાં SIRની ડેડલાઇન વધી,14 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.જ્યારે ઉત્તરપ્રદેશમાં છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. જે રાજ્યોની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે એમાં મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, તામિલનાડુ અને આંદામાન-નિકોબારનો સમાવેશ થાય છે.
પહેલાં એની છેલ્લી તારીખ 11 નવેમ્બર નક્કી કરવામાં આવી હતી, પરંતુ ચૂંટણીપંચે એને લંબાવવાનો નિર્ણય લીધો છે.
હવે અપડેટેડ મતદારયાદી 19 નવેમ્બરના રોજ બહાર પાડવામાં આવશે. અગાઉ પંચે કેરળ માટે છેલ્લી તારીખ 11 ડિસેમ્બરથી લંબાવીને 18 ડિસેમ્બર કરી હતી.
ચૂંટણીપંચે 30 નવેમ્બરના રોજ SIRની સમયમર્યાદા એક સપ્તાહ લંબાવવાનો નિર્ણય કર્યો હતો.
પંચે કહ્યું હતું કે હવે અંતિમ મતદારયાદી 14 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
મતદારો ઉમેરવા-કાઢવાનો એન્યુમરેશન પિરિયડ એટલે કે મતદાર વેરિફિકેશન હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે, જે અગાઉ 4 ડિસેમ્બર સુધી નક્કી કરાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ