જામનગરમાં સતત પાંચમા દિવસે એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી અવિરત
જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરીને અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 10 રેકડી, પાંચ કેબ
દબાણ હટાવ કામગીરી


જામનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પરથી મોટાપાયે દબાણો દૂર કરવાની કામગીરીને અવીરત ચાલુ રાખવામાં આવી છે, અને છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી 10 રેકડી, પાંચ કેબિન, 40 પથારા સહિતના લગભગ 4 જેટલા મોટા ટ્રેકટર ભરીને માલ સામાન જપ્ત કરી લેવાયો છે, અને શહેરમાં અનેક દબાણો દૂર કરવા અવિરત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડી.એમ.સી. દેવેન્દ્રસિંહ ઝાલા અને આસી. કમિશનર ભાવેશ જાનીના સીધા માર્ગદર્શન હેઠળ એસ્ટેટ શાખાની ટુકડી શહેરના અલગ અલગ વિસ્તારોમાં સતત દોડતી રહી છે, અને ટ્રાફિકને અડચણરૂપ થાય તેવા અનેક દબાણોને દૂર કરવા માટેની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

છેલ્લા પાંચ દિવસના સમયગાળા દરમિયાન જામનગર શહેરના શિરદર્દ સમાન એવા દરબારગઢ, બર્ધનચોક, માંડવી ટાવર, સેન્ટરલબેન્ક સહિતના વિસ્તારો, ઉપરાંત રણજિત રોડ, જી.જી. હોસ્પિટલ રોડ, નવા ફલાયઓવર નીચેનો માર્ગ, દિગ્વિજય પ્લોટ, ઓશવાળ હોસ્પિટલ નો વિસ્તાર સહિતના અનેક સ્થળો પર દબાણ હટાવવાની કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી હતી.

શહેરમાંથી છેલ્લા પાંચ દિવસના સમય ગાળા દરમિયાન ટ્રાફિકને અડચણ રૂપ હોય તે પ્રકારે દસ રેકડી, પાંચ કેબીનો, 40 થી વધુ નાના-મોટા પથારા સહિતનો માલ સામાન જપ્ત કરી લઇ મહાનગરપાલિકાની કચેરીમાં જમા કરાવ્યો છે. ચાર મોટા ટ્રેક્ટર માં તમામ માલ સામાન જપ્ત કરી લેવાયો હતો.

આ ઉપરાંત કેટલીક ચાની લારી તેમજ હોટલો સહિતના ધંધાર્થીઓ દ્વારા માર્ગ પર રખાયેલા સ્ટુલ, ટેબલ વગેરે કબજે કરી લેવાયા છે, જ્યારે કેટલાક કાપડના વિક્રેતાઓ કે જેઓ રોડ પર પૂતળા રાખીને દબાણ સર્જે છે, તેવા કેટલાક પૂતળા પણ કબજે કરી લેવાયા છે. મહાનગરપાલિકાની ટીમને આ દબાણ હટાવ ઝુંબેશ દરમિયાન કેટલાક સ્થળે ધંધાર્થીઓ સાથે સંઘર્ષ પણ કરવો પડે છે, પરંતુ કોઈ પણ પ્રકારની મચક આપ્યા વિના દબાણ હટાવ ઝુંબેશ અવિરત ચાલુ રખાઇ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande