પાટણ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે ગ્રાન્ટની માંગણી કરવા શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને મળીને રજૂઆત કરી.
પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) પાટણ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે નગરપાલિકા પ્રમુખ હિરલ પરમાર અને ચીફ ઓફિસર હિરલ ઠાકરે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને મળીને રજૂઆત કરી હતી. ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 11658.30 લાખની ગ્રાન્ટની માંગણી કરવામાં
પાટણ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા  માટે નગરપાલિકા પ્રમુખ  અને ચીફ ઓફિસરે ગ્રાન્ટની માંગણી કરવા  શહેરી વિકાસ મંત્રી કનુભાઈ દેસાઈને મળીને રજૂઆત કરી.


પાટણ, 11 ડિસેમ્બર (હિ.સ.) પાટણ શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે નગરપાલિકા પ્રમુખ હિરલ પરમાર અને ચીફ ઓફિસર હિરલ ઠાકરે રાજ્યના શહેરી વિકાસ મંત્રી કનુ દેસાઈને મળીને રજૂઆત કરી હતી. ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. 11658.30 લાખની ગ્રાન્ટની માંગણી કરવામાં આવી છે, જેના માટેનો DPR જી.યુ.ડી.સી. દ્વારા તૈયાર થયો છે.

મુખ્યમંત્રી સડક યોજના હેઠળ શહેરના 17 વિસ્તારોમાં ડામરના રોડ-રસ્તાના વિકાસ માટે આશરે રૂ. 11.83 કરોડની દરખાસ્ત મોકલાઈ છે. સાથે જ પાટણના અનેક બગીચાઓમાં સોલર સ્ટ્રીટ લાઈટ સ્થાપિત કરવા રૂ. 6.50 કરોડની દરખાસ્ત પણ નગરપાલિકા મોકલશે.

શહેરના સર્વાંગી વિકાસ માટે આ પ્રોજેક્ટો અત્યંત જરૂરી હોવાથી, પ્રમુખ હિરલબેન પરમારે મંત્રી સમક્ષ તમામ ગ્રાન્ટો વહેલી તકે મંજૂર કરવાની વિનંતી કરી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande