રાજ્યમાં નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ,અમદાવાદમાં 0.4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.4 ડિગ્રી
અમદાવાદ, 11 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં અત્યારે વાતાવરણમાં ઠંડી અને ગરમી બંને જોવા મળી રહ્યું છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે.ગઇકાલે નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વ
રાજ્યમાં નલિયા 9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ,અમદાવાદમાં 0.4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.4 ડિગ્રી


અમદાવાદ, 11 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યમાં અત્યારે વાતાવરણમાં ઠંડી અને ગરમી બંને જોવા મળી રહ્યું છે. રાજ્યમાં પહેલીવાર ઠંડીનો પારો સિંગલ ડિજિટમાં પહોંચ્યો છે.ગઇકાલે નલિયામાં સૌથી વધુ ઠંડી સાથે 9 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ.કે.દાસના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવન ફૂંકાઈ રહ્યા છે, જેથી લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે. ફક્ત એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધઘટ થવાની શક્યતા છે.

ગઈકાલે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ હતું, જેમાં એક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. જ્યારે અમદાવાદમાં 0.4 ડિગ્રી સેલ્સિયસના ઘટાડા સાથે 13.4 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande