
ગાંધીનગર, 11 ડિસેમ્બર (હિ.સ.) : ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહના પુત્ર અને રાજકુમાર જાટના ચકચારી કેસમાં આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ આજે ગાંધીનગરમાં ટેસ્ટ પૂર્ણ. 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે. નાર્કો ટેસ્ટ પહેલાં ગણેશ ગોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી. હાલમાં રાજકુમાર જાટ કેસની સમગ્ર તપાસ સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની દેખરેખ હેઠળ ચાલી રહી છે.તપાસના આ નવા તબક્કા બાદ કેસમાં વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા છે.
આ કેસની સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે. પ્રેમસખુ ડેલુએ કહ્યું કે, હાઇકોર્ટની સુચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે. આરોપીના નાર્કો ટેસ્ટમાં પોલીસ હાજર નથી. એફએસએલ સાથે ચર્ચા કરી રહ્યા છીએ.આ પ્રક્રિયામાં આરોપી સાથે વકીલ સાથે હોય છે. 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે અને વીડિયોગ્રાફી હાઇકોર્ટમાં જમા થશે.
આ કેસમાં 5 ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી. જેને પગલે હવે ગણેશ ગોંડલનો આજે 11 ડિસેમ્બરે ગાંધીનગરમાં નાર્કો ટેસ્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ નાર્કો ટેસ્ટ માટે ગણેશ ગોંડલને ગાંધીનગર ખાતે આવેલી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવીને 9 ડિસેમ્બરથી તેની મેડિકલ પ્રોસેસ શરૂ થઈ છે અને આજે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ