બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન મામલે સ્થાનિકો-પોલીસ વચ્ચે હોબાળો
અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) વાદપ્રધાનના ડ્રીમ બુલેટટ્રેન પ્રોજેક્ટ માટે ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન સંપાદન મામલે સ્થાનિકો-પોલીસ વચ્ચે હોબાળો થયો હતો. આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાબરમતી પોલીસના બંદોબસ્ત સાથે સ્થળે પહોંચતા હોબાળો થયો હ
બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન મામલે સ્થાનિકો-પોલીસ વચ્ચે હોબાળો


અમદાવાદ,11 ડિસેમ્બર (હિ.સ.) વાદપ્રધાનના ડ્રીમ બુલેટટ્રેન પ્રોજેક્ટ માટે ચેનપુર વિસ્તારમાં મંદિરની જમીન સંપાદન મામલે સ્થાનિકો-પોલીસ વચ્ચે હોબાળો થયો હતો. આજે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ સાબરમતી પોલીસના બંદોબસ્ત સાથે સ્થળે પહોંચતા હોબાળો થયો હતો.

અમદાવાદના ચેનપુર વિસ્તારમાં પીપળેશ્વર સોસાયટી પાસે આવેલા પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિર જમીનને લઈને વિવાદ સર્જાયો છે. મંદિરની જગ્યા અને રેલવે વિભાગની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જગ્યા લેવા બાબતે બંને પક્ષો વચ્ચે વિવાદ સામે આવ્યો છે.

આજે સવારે બુલેટ ટ્રેનના અધિકારીઓ સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ બંદોબસ્ત વચ્ચે પહોંચ્યા છે, ત્યારે સ્થાનિક લોકો અને મંદિર તરફથી રામધૂન શરૂ કરી દેવામાં આવી છે.

બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જમીનને લઈ વિવાદ સર્જાયો છે. આજથી બુલેટ ટ્રેનની વધારાની કામગીરી માટે જે જગ્યા રેલવે વિભાગ દ્વારા ફાળવવામાં આવી છે, તે જગ્યામાં કામ શરૂ કરવાનું હતું. જોકે સવારથી આ જગ્યા પર રામધુન શરૂ કરી દેવામાં આવી હતી, જેથી સાબરમતી પોલીસનો બંદોબસ્ત મેળવવામાં આવ્યો હતો.પીપળેશ્વર મહાદેવ મંદિર અને શનિદેવ મંદિરની જમીનને લઈને વિવાદ સર્જાયો.

સાબરમતી પોલીસ દ્વારા માઈકમાં એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું કે, 10થી 15 મિનિટમાં આ જગ્યા ખાલી કરી દેવામાં આવે. રેલવેની જગ્યા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી માટે લેવાની હોવાના કારણે થઈને આ જગ્યા ખાલી કરી દેવામાં આવે, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની પાંચ જેટલી ગાડીઓ અને 50થી વધારે પોલીસ કર્મીઓની મદદથી જગ્યા લેવા માટે થઈને બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી.

ચર્ચાના અંતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ તેમજ સ્થાનિક લોકો વચ્ચે જમીન માપણી માટે વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. રેલવે દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને જે જગ્યા ફાળવવામાં આવી છે, તે સંપૂર્ણ જગ્યા લેવાની જગ્યાએ વચ્ચેનો માપણીની ક્ષેત્રફળ મુજબની જગ્યા માપીને લેવા માટે સમાધાન કરવામાં આવ્યું છે. પોલીસ દ્વારા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને સ્થાનિક લોકો વચ્ચે જગ્યા ફાળવવાને લઈને સમાધાન થયું છે. મંદિરમાં જવા માટેની જગ્યા છોડી અને બાકીની જગ્યા ઉપર કબજો લેવા માટે માપણી બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે.

મોટી સંખ્યામાં સ્થાનિકો સ્થળે એકઠાં થયાં હતા.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande