
ગીર સોમનાથ, 12 ડિસેમ્બર (હિ.સ.) : કોડીનાર સોમનાથ એકેડેમીમાં યોજાયેલ ખેલ કક્ષામાં જિલ્લા ડીએલએસએસ સોમનાથ એકેડેમીનાં ભાઈઓ અં-17 ટીમ-એ અને ટીમ બીએ ભાગ લઈને સારૂ પ્રદર્શન કર્યું છે. જેમાં તાલુકાની વિવિધ શાળાઓમાંથી ઘણા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સોમનાથ ડીએલએસએસની ટીમ એ પ્રથમ રહી હતી. જ્યારે ટીમ બી તૃતિય ક્રમે રહી હતી. અને કોડીનાર તથા તેમના પરિવારનું ગૌરવ વધાર્યું છે તે બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરસનભાઈ સોલંકી, જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલીયા, ડાયરેક્ટર સંજયભાઈ સ્પોર્ટ્સ સોલંકી, કૃણાલભાઈ સોલંકી, ડીએલએસએસ કેમ્પસ ડાયરેક્ટર મૅનેજર રણજીતભાઈ દાહીમા, કબ્બડ્ડી કોચ રીટા ચૌધરી, કબડ્ડી ટ્રેનર સોલંકી હેતલ તથા ડીએલએસએસ વિભાગ તથા સોમનાથ એકેડેમી શાળા પરિવાર તેમને અભિનંદન પાઠવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ