ગીર સોમનાથ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને સાર્થક કરતા નાટકનું આયોજન
ગીર સોમનાથ 12 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ માં સ્વ સોની હીરાબેન સતીકુવર ટ્રસ્ટ સ્વ. મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રેરક અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઇ કુહાડા અને ગુજ
ગીર સોમનાથ  સરદાર વલ્લભભાઈ પટેલ


ગીર સોમનાથ 12 ડિસેમ્બર (હિ.સ.) વેરાવળ માં સ્વ સોની હીરાબેન સતીકુવર ટ્રસ્ટ સ્વ. મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ ના પ્રેરક અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઇ કુહાડા અને ગુજરાત પ્રદેશ ટીમ મોદી મહીલા મોરચા મહામંત્રી મીના બા જાદવ દ્વારા અંખડ ભારત ના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ ના કાર્યક્રમ અંતર્ગત સીટી પોલીસ ગૌસ્વામી સાહેબ, નગરપાલિકા પ્રમુખ પલ્લી બેન જાની, જયદેવભાઈ જાની, ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દીલીપભાઈ બારડ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શુભારંભ કર્યો હતો જેમાં અનેક સામાજિક અગ્રણીઓ અને મણિબેન કોટક જેપી સ્કૂલ ના ટ્રસ્ટી ગીરીશભાઈ કારીયા, દ્વારા સાથ અને સહકાર આપવામાં આવેલ.

સિંધી સમાજ ના પ્રમુખ લાલાભાઈ, લોહાણા સમાજ ના ઉપ પ્રમુખ રમેશ ભાઈ ભુપ્તા, રામાનંદી સાધુ સમાજ ના પ્રમુખ કિશનભાઈ અગ્રાવત, ભાલકેશ્વર રીસોર્ટ્ ના ભગાભાઈ સોલંકી, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ ઉપપ્રમુખ ધનસુખભાઇ કુહાડા, વેરાવળ શહેર ભાજપ ઉપપ્રમુખ પૃથ્વીભાઈ ફોફડી, વેરાવળ શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મોહનભાઈ દેવળીયા, વેરાવળ હોડી એસોસિએશન ના પ્રમુખ હિરાભાઈ વધાવી વેરાવળ માછીમાર બોટ એસોસિએશનના ઉપ પ્રમુખ બાલાભાઈ કોટીયા અને બક્ષી પંચ મોરચા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નરેન્દ્રભાઈ ભેંસલા, વેરાવળ નાના કોળી વાળા સમાજના પટેલ ભીખુભાઇ વાયલું, કડવા પાટીદાર સમાજના પ્રમુખ રસિકભાઈ પટેલ, મરાઠા સમાજના દાદુભાઇ શેર, સમસ્ત પરજીયા પટ્ટણી સોની સમાજ ભુતપૂર્વ માજી પ્રમુખ લક્ષ્મીદાસ ભાઈ સાગર ડો દીલીપભાઈ પરમાર, ખારવા સમાજના મંત્રી નારણભાઈ બાડીયા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના આગેવાન સહિત અન્ય આગેવાનો તેમજ મિત્ર મંડળ ઉપસ્થિતિ સાથે નાટકમાં લોક સાહિત્ય કાર વિજય દાન ગઢવીએ કાર્યક્રમ નું એન્કર તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી હતી જેમાં મીના બા જાદવ તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ ના પ્રમુખ જીતુભાઇ કુહાડા અને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના ઠાકર સાહેબ શ્રી દ્વારા સુંદર રીતે કલાકારો આશિષ ભાઈ ગાંધી અમદાવાદ ની ટીમ દ્વારા સફળતા પુર્વક સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન સાર્થક કરતા પ્રસંગ સોમનાથ મહાદેવ ના મંદિર ની પ્રતિષ્ઠા સહિત અન્ય પ્રસંગો આ નાટક માં રજુ કરવામાં આવ્યા હતા અને જીતુભાઇ કુહાડા મીના બા જાદવ તેમજ સોની યોગેશ સતીકુવર દ્વારા સફળતા પુર્વક સરદાર વલ્લભભાઈ પટેલ ના નાટક નું આયોજન કરવામાં આવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande