


પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.) : ભારતીય જળસીમાં પ્રવેશેલી પાકિસ્તાની બોટ સાથે કોસ્ટગાર્ડે 11 પાકિસ્તાનીઓને ઝડપી લીધા હતા. ઝડપાયેલા તમામ માછીમારોને આજે સવારે પોરબંદર ખાતે લાવવવામાં આવ્યા છે વિવિધ સુરક્ષા એન્જસીઓ હાલ પુછપરછ કરી રહી છે.
ભારતીય તટરક્ષક દળે આંતરરાષ્ટ્રીય જળસીમા નજીકથી ભારતની સીમામાં અલ વલી બોટમાં ગેરકાયદેસર પ્રવેશેલા બે સગીર સહિત 11 પાકિસ્તાની માછીમારીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.આંતરરાષ્ટ્રીય જળસીમા નજીક જખૌ સ્ટેશન પેટ્રોલિંગમાં રહેલા કોસ્ટ ગાર્ડની C-437 ઇન્ટરસેપ્ટર બોટ પેટ્રોલિંગમાં હતા. ત્યારે પાકિસ્તાની માછીમારી બોટ અલ વલી ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશતી જોવા મળી હતી. કોસ્ટગાર્ડે ત્વરિત જ પાક. માછીમારોની બોટને આંતરતા તેમાં કુલ 11 પાકિસ્તાની ક્રૂસામેલ હતા, જેમાં 2 સગીરનો સમાવેશ થાય છે. પકડાયેલા પાકિસ્તાની માછીમારોમાં ટંડેલ સફી મોહમ્મદ,હુસૈન, ઝાહિર, ગુલામ મુસ્તફા, સર્વર, મેટાબાલિ, ઇબ્રાહિમ, હબીબુલ્લાહ, સુલતાન, સુમા અને સરફરાઝ સહિતનો સમાવેશ થયા છે. સૂત્રોના કહેવા મુજબ પાકિસ્તાની માછીમારોની બોટમાંથી જમવાનો સમાન, મોબાઈલ, કી-પેડ ફોન, 1000 પાકિસ્તાની રૂપિયા સહિત મુદામાલ મળી આવ્યો હતો. જખૌ ખાતે રાજ્યથી કેન્દ્ર સહીત વિવિધ એજન્સીઓ, ગુપ્તચર એજન્સીઓએ ગહન પૂછપરછ કરી હતી.દરિયાઇ જળસીમા હોવાથી પોરબંદર નવી બંદર પોલીસ મથકમાં ગુનો દાખલ થાય છે જેથી બોટ સાથે તમામને પોરબંદર તરફ દરિયાઈ માર્ગે રવાના કરવામાં આવ્યા છે આજે શનિવારે સવારે પાકિસ્તાની બોટ સાથે 11 માછીમારોને કોસ્ટગાર્ડ પોરબંદર જેટી લાવ્યા છે આ સાથે જેટી પર સવારથી વિવિધ સુરક્ષા એન્જસીઓ માછીમારોની પુછપરછ કરી છે ત્યાં પોરબંદર એસઓજી કચેરી ખાતે તમામને હાલ રાખવામાં આવ્યા છે તમામ પાકિસ્તાઓની વિરૂધ્ધ પોરબંદરના નવીબંદર પોલીસ સ્ટેશનમા ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya