
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)સમી તાલુકાના કઠિવાડા નજીક ઝીલવણા અને કઠિવાડા વચ્ચે કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક પર સવાર કઠિવાડાના બે યુવાનોને ઇજા પહોંચી હતી.
ઇજાગ્રસ્તોમાંથી એક યુવાનને સામાન્ય ઇજાઓ થઈ હતી, જ્યારે બીજા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બંનેને તાત્કાલિક ખાનગી વાહન મારફતે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની જાણ થતા સમી પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે તપાસ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ