
પાટણ, 14 ડિસેમ્બર (હિ.સ.)પાટણ પોલીસે અમદાવાદ ડી.સી.બી.ના પ્રોહીબીશન ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર રહેલા આરોપીને ઝડપી પાડ્યો છે. રાધનપુર વિભાગની એબ્સકોન્ડર સ્કોડે રાજસ્થાનના ભીનમાલના રહેવાસી અનિલ ઉર્ફે અન્યા રામલાલજી ચૌધરી (મારવાડી)ને પકડી પાડ્યો હતો. આરોપી અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના ગુ.ર.નં-5018/2011 હેઠળ પ્રોહી કલમ 66(1)બી, 65 એઇ, 116(બી) અને 81 મુજબ વોન્ટેડ હતો.
રાધનપુર વિભાગના I/C નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સપેક્ટર એચ.વી. ચૌધરી અને એબ્સકોન્ડર સ્કોડ વોન્ટેડ આરોપીઓની શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે આરોપી પાલનપુરથી બસમાં બેસી અમદાવાદ જઈ રહ્યો છે.
બાતમીના આધારે સ્કોડે સિધ્ધપુર બસ સ્ટેન્ડ પરથી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી સામે B.N.S.S.-2023ની કલમ-72 હેઠળ વોરંટ જારી થયેલું હતું અને કલમ-35(1) મુજબ તેની અટકાયત કરી સિધ્ધપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. આગળની કાર્યવાહી માટે અમદાવાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ