
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના માધવપુર નજીક ગુંદાળી ચેકપોસ્ટ પાસે સપ્ટેમ્બર મહિનામાં કારચાલક મારુતિની કેરીવાનને ઠોકર મારી દેતા એ કેરીવાન બોલેરો સાથે અથડાઇ હતી.જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા જેની ફરિયાદ હવે દાખલ થઇ છે. પોરબંદરના મીલપરા શેરી નં.9 માં આવેલા સુંદરપાર્કમાં રહેતા બાલુભાઇ નાથભાઇ ગોઢાણીયા નામના 60 વર્ષના વૃધ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. 19-9ના બ્રેજા કારના ચાલક ભાષા ડાભી એ ગુંદાળી ચેકપોસ્ટ પાસે કારને પૂરઝડપે ચલાવીને આગળ જતી મારૂતિ કંપનીની કેરીવાન સાથે અકસ્માત સર્જયો હતો અને આ કેરીવાન ફરીયાદી બાલુભાઇની બોલેરો ગાડી સાથે અથડાઈ હતી. જેમાં બોલેરો પલ્ટી ખાઇ જતા ફરીયાદી બાલુભાઈ ગોઢાણીયા ઉપરાંત અશોકભાઈ, શાંતિબેન અને ચેતનાબેનને નાની મોટી ઇજાઓ થતા સારવાર આપવામાં આવી હતી. આ બનાવ હવે માધવપુર પોલીસ ચોપડે નોંધાયો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya