ઇજનેરી કાર્ય માટે લેવામાં આવેલા બ્લોકને કારણે ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ
ભાવનગર 13 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ચુરુ–આસલુ–દૂધવા ખારા સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય તથા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલીની કમિશનિંગ કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાંથી પસાર થતી ભાવનગર–હરિદ્વ
ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ રદ


ભાવનગર 13 ડિસેમ્બર (હિ.સ.) ઉત્તર પશ્ચિમ રેલવે દ્વારા ચુરુ–આસલુ–દૂધવા ખારા સ્ટેશનો વચ્ચે પેચ ડબલિંગ કાર્ય તથા સ્વચાલિત બ્લોક સિગ્નલિંગ પ્રણાલીની કમિશનિંગ કામગીરી માટે લેવામાં આવેલા બ્લોકને કારણે પશ્ચિમ રેલવેના ભાવનગર મંડલમાંથી પસાર થતી ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર મંડલના વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે અગાઉ લેવામાં આવેલ ડાયવર્ઝનનો નિર્ણય રદ કરી, મુસાફરોની સુરક્ષા તથા સંચાલનાત્મક કારણોસર આ ટ્રેનને સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે.

રદ કરવામાં આવનાર ટ્રેનોની વિગત નીચે મુજબ છે:

1. તારીખ 19.01.2026 અને 22.01.2026 ના રોજ ભાવનગર ટર્મિનસથી ચલાવાની ટ્રેન નંબર 19271 ભાવનગર–હરિદ્વાર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

2. તારીખ 21.01.2026 અને 24.01.2026 ના રોજ હરિદ્વારથી ચલાવાની ટ્રેન નંબર 19272 હરિદ્વાર–ભાવનગર એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ રહેશે.

મુસાફરોની સુવિધા માટે આરક્ષિત મુસાફરોને એસએમએસ અલર્ટ મોકલવામાં આવશે તેમજ માહિતી વિવિધ માધ્યમો દ્વારા પ્રસારિત કરવામાં આવી રહી છે.

મુસાફરોને વિનંતી છે કે તાજી માહિતી માટે NTES એપ પર નજર રાખે અથવા ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે. મુસાફરોને થતી અસુવિધા બદલ રેલ પ્રશાસન ખેદ વ્યક્ત કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande