
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)રાધનપુર–ભાભર હાઈવે પર પોરાણા સ્ટેશન નજીક સુરક્ષા માટે લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા એક વાહન અથડાતા નમી ગયા છે.
છેલ્લા એક મહિનાથી આ કેમેરા નિષ્ક્રિય હાલતમાં છે, જેના કારણે હાઈવે પરની અવરજવર અને ગતિવિધિઓ કેદ થઈ રહી નથી.
એક મહિનો વીતી જવા છતાં કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિક લોકો દ્વારા કેમેરા તાત્કાલિક રિપેર કરી હાઈવે પરની સુરક્ષા વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવાની માંગ કરવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ