
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદરના બગવદર ગામે બે દિવસ પહેલા લગ્નપ્રસંગમાં એક યુવાનને ઢીકા પાટુનો માર મારી પિસ્તોલ બતાવી હત્યાનો પ્રયાસની ઘટનાને મામલે બગવદર પોલીસ સ્ટેશનમાં વનરાજ કેશવાલા સહીત પાંચ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વનરાજ કેશવાલા 2021માં વીરભાનુની ખાંભી નજીક થયેલા ડબલ મર્ડર પ્રકરણમાં ફરિયાદી છે.
પોરબંદરના બગવદર ગામેં આવેલા રાંદલ માતાજીના મંદિરે 11 ડિસેમ્બરના રોજ લગ્નપ્રસંગમાં હત્યાના પ્રયાસની ઘટના પ્રકાશમાં આવી છે જે મામલે પોરબંદરના એરપોર્ટ નજીક રહેતા દિવ્યેશ ઉર્ફે દિવું નાથા ઓડેદરાએ વનરાજ કેશવાલા સહીત પાંચ શખ્સો વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
બગવદર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ તા. 11 ડિસેમ્બરના રોજ બગવદર મુકામે દિવ્યેશભાઈના મિત્ર રમેશ ઓડેદરાના દીકરાની સગાઈનો પ્રસંગ હતો જેથી દિવ્યેશભાઈ ત્યાં હાજરી આપવા પહોંચ્યા હતા. સગાઈનો પ્રસંગ ચાલી રહ્યો હતો આ દરમિયાન રાત્રીના આશરે 2 વાગ્યના અરસામાં દિવ્યેશભાઈ રાંદલ માતાજીના મંદિરના પાછળના ભાગમાં બેસેલા હતા તે વખતે પોરબંદરનો વનરાજ પરબત કેશવાલાની સાથે હરતો ફરતો માણસ દિવ્યેશ ઓડેદરા પાસે આવીને સીધો ગાલ પર તમાચો મારીને ત્યાંથી જતો રહે છે ત્યારબાદ દિવ્યેશ તે ભાઈની પાછળ ગયેલો હતો આ અજાણ્યો શખ્સ દિવ્યેશ ઓડેદરાને ઝાપટ મારી સીધો જ વનરાજ કેશવાલા તથા તેની સાથે ઉભેલા માણસો પાસે પહોંચી ઉભો રહ્યો હતો આ દરમિયાન દિવ્યેશભાઈએ ત્યાં જઈ વનરાજને ઝાપટ મારવાનું કહેલ ત્યારબાદ વનરાજે દિવ્યેશને જણાવ્યું કે, “આ મારો માણસ છે તું પોરબંદર કોર્ટમાં રામ ચૌહાણ સાથે શું કામ છાપું વાંચતો હતો અને હું ત્યાં કોર્ટમાં આવેલ ત્યારે તે શું કામ મને બોલાવેલ નહિ?” ત્યારે તેના જવાબમાં દિવ્યેશે જણાવ્યું કે, “તમે કોર્ટમાં આવેલ હતા તે મને ખબર નથી” આટલું કહેતા વનરાજ ઉશ્કેરાયો હતો અને જાહેરમાં ગાળાગાળી કરવા લાગ્યો હતો અને ત્યારબાદ વનરાજની સાથે રહેલા માણસો પૈકી એક શખ્સે પાછળથી દિવ્યેશને પાટુ માર્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya