અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ તાત્કાલિક નોંધણી કરાવવા અપીલ
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા તેમજ પ્રાકૃતિક ખેતી શરૂ કરવા ઇચ્છુક ખેડૂતોએ સરકારની કૃષિ અભિયાન યોજના અંતર્ગત પોતાની નોંધણી કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ત્રણ
અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ તાત્કાલિક નોંધણી કરાવવા અપીલ


અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) અમરેલી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા તેમજ પ્રાકૃતિક ખેતી શરૂ કરવા ઇચ્છુક ખેડૂતોએ સરકારની કૃષિ અભિયાન યોજના અંતર્ગત પોતાની નોંધણી કરાવી લેવાની અપીલ કરવામાં આવી છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકાર દ્વારા ત્રણ ગામોને એક ક્લસ્ટર તરીકે ગોઠવવામાં આવ્યા છે. અમરેલી જિલ્લામાં આવા કુલ ૨૦૫ ક્લસ્ટર બનાવવામાં આવ્યા છે.

દરેક ક્લસ્ટર માટે કોમ્યુનિટી રિસોર્સ પર્સન (સી.આર.પી.) તથા કૃષિ સખીની નિમણૂક કરવામાં આવી છે. તેમની જવાબદારી હેઠળ દરેક ક્લસ્ટરના ત્રણ ગામોમાંથી પ્રાકૃતિક ખેતી કરતા, પ્રાકૃતિક ખેતી કરવા ઇચ્છુક અથવા તાજેતરમાં પ્રાકૃતિક ખેતી શરૂ કરેલ કુલ ૧૨૫ ખેડૂતોની ઓનલાઈન નોંધણી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ નોંધણી “વહેલા તે પહેલા”ના ધોરણે કરવામાં આવી રહી હોવાથી ખેડૂતોને સમયસર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. નોંધણી કરાવનાર ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સંબંધિત તાલીમ, માર્ગદર્શન, જીવામૃત-ઘનજીવામૃત જેવી ઇનપુટ તૈયાર કરવાની માહિતી, તેમજ સરકારની વિવિધ સહાય યોજનાઓનો લાભ મળવાનો રહેશે.

કૃષિ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે, જમીનની ઉર્વરતા વધે છે અને લાંબા ગાળે ખેડૂતની આવકમાં વધારો થાય છે. તેથી અમરેલી જિલ્લાના ખેડૂતોને પોતાની નજીકના સી.આર.પી. અથવા કૃષિ સખીનો સંપર્ક કરી વહેલી તકે નોંધણી કરાવી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande