
ગીર સોમનાથ 13 ડિસેમ્બર (હિ.સ.) છેલ્લા ૦૮ વર્ષથી ઉના પો.સ્ટે.ના મર્ડર તથા બળાત્કાર, એમ કુલ -૦૨ ગુન્હાના કામે આજીવન કેદની સજા ભોગવતા અને પેરોલ રજા પરથી ફરાર કેદીને ગીર સોમનાથ પોલીસે પકડી પાડ્યો છે.
રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે આજીવન કેદની સજા ભોગવતો તેમજ તા.૦૬/૦૬/૨૦૧૭ ના રોજ પેરોલ રજા પરથી હાજર થવાના બદલે છેલ્લા ૦૮ વર્ષથી ફરાર નીચે જણાવેલ વિગત મુજબના નાસતા ફરતા કેદીને પો.સબ ઇન્સ.એ.સી.સિંધવ તથા પો.હેડ કોન્સ. હીતેશ વાળા તથા પો.કોન્સ રવિરાજસિંહ બારડ તથા ડ્રા.એ.એસ.આઇ નિલેશગીરી નિમાવત નાઓને જુનાગઢ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડેલ નાસતો ફરતો ફરાર કેદી :-
(૧) ઇસ્માઇલ ઉર્ફે રહીમભાઇ દાદાભાઇ જાખરા, રહે. હરમડીયા તા.ગીરગઢડા જી. ગીર સોમનાથ
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ