
ગીર સોમનાથ, 13 ડિસેમ્બર (હિ.સ.) પ્રભાસ પાટણ કોળીવાળા રોડ ઊંચાસ્પીડ બ્રેકર નું નિકારણ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલવીબેન જાની એ કર્યું હતું. વિગત એમ છે કે, પ્રભાસ પાટણમાં આવેલ મોટા કોળી વાળા માં રસ્તામાં થોડા થોડા અંતરે ઊંચા સ્પીડ બ્રેકર નગર નગરપાલિકા તંત્ર દ્વારા બનાવેલ હતા આથી વાહનચાલકો રાહદારીઓ સહિત સર્વેને તકલીફો પડતી હતી અને ઊંચા બમ્પને કારણે વાહનો પણ ઉછળતા હતા, વેરાવળ પાટણ નગરપાલિકા પ્રમુખ પલવીબેન જયદેવ જાની એ સંવેદીનશીલતા દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ કરવા તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવા કહેતા, આજરોજ એ તમામ બમ્પ નીચા અને લોકોને મુશ્કેલીઓ ન પડે તેવા બનાવવાનું કર્મચારીઓ દ્વારા શરૂ કરાવવામાં આવ્યું હતું જે લોકોને સંતોષકારક અને નિયમ મુજબ પૂર્ણ થતા લતાવાસીઓએ તેમનો આભાર માન્યો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ