
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર લોકસભા વિસ્તાર માટે આયોજિત સાંસદ ખેલ મહોત્સવ–2025 નો ભવ્ય પ્રારંભ તા.14 ડિસેમ્બર, 2025ના રોજ સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, પોરબંદર ખાતે ઉદ્ઘાટન સમારંભ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહન આપશે.લોકપ્રિય સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવીયાના માર્ગદર્શન હેઠળ યોજાતો આ ખેલ મહોત્સવ તા.14 થી 25 ડિસેમ્બર, 2025 દરમિયાન તાલુકા કક્ષા, વિધાનસભા કક્ષા તથા સાંસદ ફિનાલેના તબક્કામાં યોજાશે.
આ ખેલ મહોત્સવમાં પોરબંદર લોકસભા વિસ્તારના 35,000થી વધુ ખેલાડીઓએ ઓનલાઈન નોંધણી કરાવી છે. ખેલ મહોત્સવમાં 3વય જૂથો (8 થી 17 વર્ષ, 17થી 40 વર્ષ અને 40 થી 100વર્ષ) માટે 8 લોકપ્રિય રમતોનું આયોજન કરવામાં આવ્યું છે.
તાલુકા કક્ષાની સ્પર્ધાઓ તા.15 ડિસેમ્બર, 2025ના રોજ ભાઈઓની અને તા.16 ડિસેમ્બર, 2025ના રોજ બહેનોની સ્પર્ધાઓ યોજાશે. જેમાં કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો, યોગાસન, એથલેટીક્સ અને શુટિંગ વોલીબોલ જેવી રમતોનો સમાવેશ થાય છે.
રાણાવાવ તાલુકો સ્પર્ધાઓમાં કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો અને યોગાસન – ભોરાસર સીમ શાળા, રાણાવાવ, અને એથલેટીક્સ અને શુટિંગ વોલીબોલ – એમ.એમ.કે. હા. સેકન્ડરી મેદાન, રાણાકંડોરણા અને આ સંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે ઘેલુંભાઈ કાંબલીયા – મો. 9879047220 પર સંપર્ક કરવાનો રહેશે
કુતિયાણા તાલુકોની સ્પર્ધાઓમાં કબડ્ડી, રસ્સાખેંચ, ખો-ખો અને શુટિંગ વોલીબોલ – બાલા હનુમાન સ્કૂલ, કુતિયાણા,યોગાસન સ્પર્ધા– માલ પ્રાથમિક શાળા અને એથલેટીક્સ સ્પર્ધાઓ– માલ ક્રિકેટ ગ્રાઉન્ડ, માલ ખાતે યોજાશે અને આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે જયદેવભાઈ ગઢવી – મો. 9925021282પર સંપર્ક કરવાનો રહેશે.
વિધાનસભા કક્ષાની સ્પર્ધાઓ તા.18ડિસેમ્બર, 2025ના રોજ ભાઈઓ માટે અને તા.19 ડિસેમ્બર, 2025ના રોજ બહેનો માટે યોજાશે. જેમાં 83 – પોરબંદર વિધાનસભા સ્પર્ધાઓ કબડ્ડી, રસ્સાખેંચ, યોગાસન, એથલેટીક્સ, ખો-ખો, કુસ્તી, શુટિંગ વોલીબોલ અને ટેનિસ ક્રિકેટ – ચોપાટી ગ્રાઉન્ડ, પોરબંદર ખાતે યોજાશે અને આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે જેસલભાઈ કડછા મો.નં8208972769પર સંપર્ક કરવાનો રહેશે અને 84 – કુતિયાણા વિધાનસભાની સ્પર્ધાઓમાં કબડ્ડી, રસ્સાખેંચ, યોગાસન અને ખો-ખો – ભોરાસર સીમ શાળા, રાણાવાવ અને એથલેટીક્સ અને શુટિંગ વોલીબોલ – એમ.એમ.કે. હા. સેકન્ડરી મેદાન, રાણાકંડોરણા,કુસ્તી – પુંજાપરા પ્રાથમિક શાળા, રાણાકંડોરણા,ટેનિસ ક્રિકેટ – માલ ક્રિકેટ ગ્રાઉન્ડ, માલ અને આ સાંસદ ખેલ મહોત્સવમાં ભાગ લેવા માટે રમેશભાઈ ટુકડિયા – મો. 9712468263 સંપર્ક કરવાનો રહેશે .તાલુકા અને વિધાનસભા કક્ષાના વિજેતા ખેલાડીઓ તથા ટીમો તા.24 થી 25 ડિસેમ્બર, 2025 દરમિયાન યોજાનાર સાંસદ ફિનાલેમાં ભાગ લેશે.
ઉલ્લેખનીય છે કે જે ખેલાડીઓ ઓનલાઈન નોંધણી કરી શક્યા ન હોય તેઓને પણ સ્પર્ધા સ્થળે નોંધણી કરાવી ખેલ મહોત્સવમાં ભાગ લેવાની તક મળશે, તેમ જિલ્લા રમતગમત અધિકારી તથા જિલ્લા રમત વિકાસ અધિકારી, પોરબંદરે જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya