
ગીર સોમનાથ, 13 ડિસેમ્બર (હિ.સ.) : ચાલુ વર્ષ દરમિયાન યોજાયેલ ખેલ મહાકુંભ ૨૦૨૫ ગીર સોમનાથ જિલ્લા કક્ષાની U -14 ફુટબોલ બહેનો તથા ભાઈઓ ની રમતનું આયોજન સોમનાથ ઇન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે તાજેતરમાં આયોજન કરવામાં આવેલ. જેમાં ગીર સોમનાથ જિલ્લાની અલગ અલગ શાળાઓમાંથી ભાગ લીધેલ જેમાં જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ્સ ઓફ એક્સીલેન્સ કોડીનારના ભાઈઓ તથા બહેનોએ ઉમદાપ્રદશન કરી ભાઈઓએ બીજો ક્રમાંક અને બહેનોએ ત્રીજો ક્રમાંક મેળવી શાળા તથા તેમના પરીવારનું ગૌરવ વધાર્યું છે તે બદલ સોમનાથ એકેડેમીના પ્રમુખ કરશનભાઈ સોલંકી, કેમ્પસ ડાયરેક્ટર કુણાલભાઈ સોલંકી, જ્ઞાન શક્તિ સ્કૂલના આચાર્ય જગમાલભાઈ નંદાણીયા, તેમજ શાળાના સ્ટાફ પરીવાર તેમને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે અને ભવિષ્યમાં શાળા તથા સમગ્ર જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભચ્છાઓ પાઠવી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ