ઓપરેશન મ્યુલ હંટ અંતર્ગત તપાસમાં જામનગરમાં બોગસ બેન્ક ખાતાનો રાફડો ફાટયો : વધુ 14 શખસો સામે 6 ફરીયાદ
જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં બોગસ બેન્ક ખાતાઓનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક મામલો પોલીસ મથકે પહોચી રહયાો છે, વધુ ૬ ફરીયાદ દાખલ થઇ છે, જેમાં ૧૪ શખ્સોના નામ નોંધાયા છે, અત્યાર સુધી જામનગર પંથકમાં કુલ ૧૮ ફરીયાદ અને ૪૧ શખ્સોનો સમાવેશ થાય છ
ફરિયાદ


જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં બોગસ બેન્ક ખાતાઓનો રાફડો ફાટયો હોય તેમ એક પછી એક મામલો પોલીસ મથકે પહોચી રહયાો છે, વધુ ૬ ફરીયાદ દાખલ થઇ છે, જેમાં ૧૪ શખ્સોના નામ નોંધાયા છે, અત્યાર સુધી જામનગર પંથકમાં કુલ ૧૮ ફરીયાદ અને ૪૧ શખ્સોનો સમાવેશ થાય છે અને આ દીશામાં પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. રાજયમાં બોગસ ખાતાઓ શોધી કાઢવા માટે અને તેના મુખ્ય સુત્રધારો સુધી પહોચવા રાજયવ્યાપી મ્યુલ હન્ટ ઓપરેશન ચલાવવામાં આવી રહયું છે અને ફરીયાદોનો દોર ચાલુ છે.

સરકાર દ્વારા સાયબર ચાંચીયાઓને શોધવા માટે હાથ ધરાયેલી કવાયત અંતર્ગત ખાસ કરીને બેન્ક ખાતાઓમાં ઓનલાઇન ચિટીંગ મારફતે મોટાપાયે નાણાં ટ્રાન્સફર કરવામાં આવી રહયા છે જેમાં બોગસ ખાતાધારકોને શોધવા માટે સમગ્ર રાજયમાં મ્યુલહન્ટ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને ખાતાધારકો અને તેને ચલાવનારા કમિશનની લાલચવાળાઓને શોધી કાઢવા માટે સધન તપાસ ચાલી રહી છે.

જામનગરમાં નોંધાયેલી વધુ છ ફરીયાદની વિગત જોઇએ તો બેડી મરીન પોલીસ સ્ટશેનના હેડ કોન્સ. વિપુલભાઇ વરૂ દ્વારા જાતે ફરીયાદી બનીને જુના નાગના ગામના શૈલેષ રમેશ મઘોડીયા તથા નવાનાગનાના ભરત નરશી પરમાર અને પંકજભાઇ તથા તપાસમાં જે નામ ખુલે તેની સામે ફરીયાદ કરી છે કે આરોપીઓ દ્વારા પુર્વ આયોજીત કાવતરૂ રચી ઇન્ટરનેટના માઘ્યમથી ઠગાઇ કરવા બેન્ક એકાઉન્ટ કીટ આપી જુદી જુદી રકમના કમિશનો મેળવી આશરે ૧૭.૯૦ લાખ જેટલી રકમના ટ્રાન્જેકશન કર્યા છે.

બીજી ફરીયાદમાં પંચકોશી-બીના એએસઆઇ ધવલભાઇ જોગીયા દ્વારા મસીતીયા ગામમાં રહેતા બોદુ કાસમ જસાણી અને જામનગરના રિઝવાન મેમણની સામે ફરીયાદ કરી છે કે આરોપીઓેએ કાવતરાના ભાગરૂપે નાણાંની હેરફેર કરવા કમિશન મેળવી બેન્ક એકાઉન્ટ કીટ આપી આશરે ૨૦ હજાર જેટલી રકમના અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન પોતાના એકાઉન્ટમાં કરાવી હેરફેર કરી હતી.

ત્રીજી ફરીયાદ મુજબ પંચ-બીના એએસઆઇ મયુરસિંહ જાડેજાએ ગઇકાલે ચેલા ગામના ઇમ્તીયાઝ રશીદ લાખા અને ન્યુ આરામ કોલોનીમાં રહેતા કુલદીપસિંહ ઉર્ફે લાલો ઢીંગલી નટુભા પરમાર આ બંનેની સામે ફરીયાદ કરી છે કે ઠગાઇ કરવા બેન્ક એકાઉન્ટ કીટ આપી જુદી જુદી રકમના કમિશનો મેળવી એકબીજાને મદદગારી કરી આશરે ૭.૯૦.૦૧૦ જેટલી રકમના ગેરકાયદે ટ્રાન્જેકશન કરાવી નાણાને સગેવગે કરવા ગુનો કર્યો છે.

અન્ય ફરીયાદ મુજબ સીટી-સી ડીવીઝનના કોન્સ. મયુરસિંહ જાડેજા દ્વારા કામદાર કોલોની શેરી નં. ૩માં રહેતા વેપાર કરતા રાકેશ અશોકભાઇ લોઠીયા, વિનાયકપાર્ક શેરી નં. ૨માં રહેતા પુર્વરાજસિંહ મનોહરસિંહ જાડેજા અને સુમરાચાલીમાં રહેતા ઇમરાન ખફી તથા તપાસમાં જે ખુલે તેની સામે એવી ફરીયાદ કરી છે કે આરોપીઓએ ગુનાહીત કાવતરૂ રચી રાકેશે પોતાનું બેન્ક ખાતુ ઉ૫યોગ કરવા અન્યને આપી કમિશન મેળવી બેન્ક ખાતામાં પાંચ લાખ નખાવી ચેક દ્વારા ઉપાડી લઇ અનઓથોરાઇઝડ ટ્રાન્જેકશન કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાંત સીટી-એ ડીવીઝનના હેડ કોન્સ યોગેન્દ્રસિંહ સોઢા દ્વારા જાતે ફરીયાદી બનીને બર્ધનચોક ભાવસાર ચકલો બીબોડી ફળીમાં રહેતા વેપાર કરતા એકાઉન્ટધારક મહમદ સલીમ અબ્દુલકાદર લકડ અને એકાઉન્ટ ખોલાવનાર જામનગરના સુલતાન આરબની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યુ છે કે સમાન ઇરાદો પાર પાડવા નાણાંની હેરફેર માટે બેન્ક ખાતુ આપી કમિશન મેળવીને એકબીજાને મદદગારી કરી આશરે ૩૬ લાખ જેટલી રકમના ગેરકાયદે ટ્રાન્જેકશન કરવામાં આવ્યા હતા.

વધુ એક ફરીયાદની વિગત મુજબ સીટી-એ ડીવીઝનના હેડ કોન્સ વિપુલભાઇ સોનગરા દ્વારા સીટી-એમાં ગઇકાલે ખંભાળીયા નાકા બહાર જેરામહરીની ધર્મશાળા પાસે રહેતા વેપારી એકાઉન્ટધારક સચિન ઉર્ફે ભુરો અતુલ આશર તથા લીમડાલાઇનના મોન્ટી પાજીની વિરુઘ્ધ ફરીયાદ કરી છે, આરોપીઓએ ગેરકાયદે નાણાની હેરફેર કરવાના ગુના આચરવા માટે પોતાની બેન્ક એકાઉન્ટ કીટ આપી કમિશનો મેળવી આશરે ૩૬ લાખ જેટલી રકમ ટ્રાન્જેકશન કરાવી ચોરીના માલની હેરફેરનો ગુનો કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande