મહેસાણાનું દંપતી બાળકી સાથે લિબિયામાં બંધક
મહેસાણા,13 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણાના એક દંપતી અને તેમની નાની બાળકી લિબિયામાં બંધક બન્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ રોજગાર અને ભવિષ્યની આશાએ લિબિયા ગયેલું આ દંપતી અજાણ કારણો
મહેસાણાનું દંપતી બાળકી સાથે લિબિયામાં બંધક, સાંસદ મયંક નાયકે સલામત વાપસી માટે કેન્દ્ર સરકારને ભલામણ


મહેસાણા,13 ડિસેમ્બર (હિ.સ.)

મહેસાણાના એક દંપતી અને તેમની નાની બાળકી લિબિયામાં બંધક બન્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ રોજગાર અને ભવિષ્યની આશાએ લિબિયા ગયેલું આ દંપતી અજાણ કારણોસર ત્યાં બંધક બની ગયું છે, જ્યારે તેમની સાથે રહેલી નાની બાળકીની સલામતીને લઈને પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

પરિવારજનો દ્વારા સ્થાનિક તંત્ર અને જન પ્રતિનિધિઓનો સંપર્ક કરવામાં આવતા મહેસાણાના સાંસદ મયંક નાયકે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે. સાંસદ મયંક નાયકે આ મુદ્દાને ગંભીરતાથી લઈ કેન્દ્ર સરકાર, વિદેશ મંત્રાલય તથા સંબંધિત વિભાગોને લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરી દંપતી અને બાળકીને સલામત રીતે ભારત પરત લાવવા માટે ઝડપી પગલાં લેવા ભલામણ કરી છે.

સાંસદે જણાવ્યું કે વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની સલામતી સરકારની પ્રાથમિકતા છે અને આ પરિવારને સુરક્ષિત રીતે વતન પરત લાવવા તમામ શક્ય પ્રયાસો કરવામાં આવશે. તેમણે પરિવારજનોને હિંમત રાખવાની અપીલ કરી હતી અને કેન્દ્ર સરકાર તરફથી યોગ્ય સહાય મળશે તેવી આશ્વાસન આપ્યું હતું.

આ ઘટનાને લઈને મહેસાણામાં પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સમગ્ર વિસ્તારની નજર હવે કેન્દ્ર સરકાર અને વિદેશ મંત્રાલયની કાર્યવાહી પર કેન્દ્રિત થઈ છે, જેથી આ દંપતી અને બાળકી વહેલી તકે સલામત રીતે પોતાના વતન પરત ફરી શકે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande