સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી અને બેંગલુરુ સ્થિત ભારત સ્કૂલ ઓફ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન વચ્ચે એલિવેટર એન્જિનિયરિંગ માટે એમઓયુ
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના સુજાણપુર હાઈવે પર આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી (GGU) અને બેંગલુરુ સ્થિત ભારત સ્કૂલ ઓફ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન (BSVT) વચ્ચે એલિવેટર અને એસ્કેલેટર એન્જિનિયરિંગ શિક્ષણ માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક સમજૂતી કરાર (MoU)
સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી (GGU) અને બેંગલુરુ સ્થિત ભારત સ્કૂલ ઓફ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન (BSVT)વચ્ચે એલિવેટર એન્જિનિયરિંગ માટે MoU


પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરના સુજાણપુર હાઈવે પર આવેલી ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી (GGU) અને બેંગલુરુ સ્થિત ભારત સ્કૂલ ઓફ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન (BSVT) વચ્ચે એલિવેટર અને એસ્કેલેટર એન્જિનિયરિંગ શિક્ષણ માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક સમજૂતી કરાર (MoU) કરવામાં આવ્યો છે. પશ્ચિમ ભારતમાં આ પ્રકારનો આ પ્રથમ સહયોગ છે, જે સ્માર્ટ સિટીઝ અને આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કુશળ માનવ સંસાધન તૈયાર કરવાનો હેતુ ધરાવે છે.

આ કરાર હેઠળ ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી વિશેષ વર્ટિકલ ટ્રાન્સપોર્ટેશન તાલીમ કાર્યક્રમો શરૂ કરશે, જેમાં ઇન્સ્ટોલેશન, મેન્ટેનન્સ, સલામતી અને વૈશ્વિક ધોરણો આધારિત ઉદ્યોગ-કેન્દ્રિત તાલીમ આપવામાં આવશે. BSVTના મજબૂત ઉદ્યોગ નેટવર્કના કારણે વિદ્યાર્થીઓને ભારત તેમજ વિદેશમાં રોજગારની ઉત્તમ તકો ઉપલબ્ધ થશે.

MoUના આયોજન સમયે યુનિવર્સિટીના ટ્રસ્ટીઓ ધર્મેન્દ્રસિંહ રાજપૂત અને અર્જુનસિંહ રાજપૂત, કુલપતિ પ્રો. ડૉ. એમ. એસ. રાવ અને રજિસ્ટ્રાર ડૉ. હિમ્મતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. BSVT તરફથી એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કબીર આરિફખાન સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુનિવર્સિટીના ચેરમેન અને ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે આ પહેલને શુભેચ્છાઓ પાઠવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande