મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઈન
- માનવ આશ્રમથી ખારી નદી સુધી જોડાણ પૂર્ણ મહેસાણા,13 ડિસેમ્બર (હિ.સ.) મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની વરસાદી પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શહેરમાં વરસાદી પાણીનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે હેતુથી મ
મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી લાઈન, માનવ આશ્રમથી ખારી નદી સુધી જોડાણ પૂર્ણ


- માનવ આશ્રમથી ખારી નદી સુધી જોડાણ પૂર્ણ

મહેસાણા,13 ડિસેમ્બર (હિ.સ.)

મહેસાણા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની વરસાદી પાણીની સમસ્યાને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. શહેરમાં વરસાદી પાણીનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે હેતુથી માનવ આશ્રમથી ખારી નદી સુધી નવી વરસાદી પાણીની લાઈન નાખવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા અમલમાં આવતા હવે ભારે વરસાદ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઘટશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

શહેરમાં છેલ્લા કેટલાક વર્ષોથી ભારે વરસાદ સમયે રસ્તાઓ, રહેણાંક વિસ્તારો અને વ્યાપારી વિસ્તારોમાં પાણી ભરાઈ જતું હતું, જેના કારણે જનજીવન પ્રભાવિત થતું હતું. નવી વરસાદી લાઈન દ્વારા વરસાદી પાણી સીધું ખારી નદીમાં વહન થશે, જેથી નિકાલની ક્ષમતા વધશે અને પાણી ઝડપથી ઉતરી જશે. આ પ્રોજેક્ટથી ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય અને સ્વચ્છતાની સ્થિતિમાં પણ સુધારો થવાની શક્યતા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ લાઈન આધુનિક ટેકનિક અને નક્કી કરેલા ધોરણ મુજબ નાખવામાં આવી છે. ઉપરાંત, ભવિષ્યમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલ માટે આવાં જ વિકાસકાર્યો હાથ ધરવાની યોજના છે.

સ્થાનિક નાગરિકોએ આ કામગીરીને આવકાર આપી આશા વ્યક્ત કરી છે કે આવનારા મોસમમાં શહેરને પાણી ભરાવાની સમસ્યાથી મોટી રાહત મળશે અને શહેર વધુ સુવ્યવસ્થિત તથા સુરક્ષિત બનશે.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande