પાટણમાં ‘ઓપરેશન મ્યુલ હંટ’: 2.74 કરોડના સાયબર ફ્રોડમાં ચારની ધરપકડ
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ મોટી કાર્યવાહી કરીને ₹2,74,77,005ના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે. આ કાર્યવાહી ભારત સરકારના I4C (ઈન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર), નવી દિલ્હી પા
પાટણમાં ‘ઓપરેશન મ્યુલ હંટ’: 2.74 કરોડના સાયબર ફ્રોડમાં ચારની ધરપકડ


પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ‘ઓપરેશન મ્યુલ હંટ’ હેઠળ મોટી કાર્યવાહી કરીને ₹2,74,77,005ના સાયબર ફ્રોડમાં સંડોવાયેલા ચાર આરોપીઓને ઝડપી લીધા છે. આ કાર્યવાહી ભારત સરકારના I4C (ઈન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર), નવી દિલ્હી પાસેથી મળેલી મ્યુલ બેંક એકાઉન્ટ માહિતીના આધારે કરવામાં આવી હતી.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ અન્ય ગુનેગારો સાથે મળી મ્યુલ બેંક ખાતાઓ ખોલાવતા, તેમાં સાયબર ફ્રોડના નાણાં જમા કરાવતા અને ATM/ચેક દ્વારા ઉપાડી કમિશન મેળવતા હતા. પાટણ સાયબર ક્રાઇમના પી.આઈ. પી.વી. વસાવાના નેતૃત્વ હેઠળ તપાસ ચાલી હતી.

તપાસ દરમ્યાન ત્રણ અલગ-અલગ બેંક ખાતાઓમાં મોટા પાયે અનઑથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન સામે આવ્યા. બંધન બેંકના એકાઉન્ટમાં ₹1,60,14,604/- અને IDFC ફર્સ્ટ બેંકના એકાઉન્ટમાં ₹54,97,338/-ના ગેરકાયદેસર વ્યવહારો નોંધાયા, જે વિવિધ રાજ્યોમાં સાયબર ફરિયાદોમાં ઉપયોગમાં આવ્યા હતા.

બંધન બેંકના ખાતા ધારક રાજેશકુમાર દાદુજી ઠાકોર અને સહ-આરોપી ઠાકોર વિકાસ વિનોદજીએ 09/12/2024 થી 30/09/2025 દરમિયાન ₹1,60,14,604/-નું અનઑથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યું. આ ખાતાનો ઉપયોગ કર્ણાટક, પંજાબ અને આંધ્રપ્રદેશમાં થયેલી 4 ફરિયાદોમાં થયો હતો.

IDFC ફર્સ્ટ બેંકના ખાતા ધારક સુરેશભાઈ માનસીભાઈ ચૌધરી અને સહ-આરોપી સાગર મોહનભાઈ અમૃતીયા પટેલે 01/01/2025 થી 04/05/2025 દરમિયાન ₹54,97,338/-ના અનઑથોરાઇઝ્ડ ટ્રાન્ઝેક્શન કર્યા. આ ખાતાનો ઉપયોગ મહારાષ્ટ્ર, ગુજરાત, કેરળ, કર્ણાટક અને ઓડીસા રાજ્યોમાં થયેલી 6 ફરિયાદોમાં થયો હતો.

આ ત્રણેય કેસોમાં સાયબર છેતરપિંડીથી નાણાં મેળવવામાં આવ્યા હોવાથી, પાટણ સાયબર ક્રાઇમ પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023 અને IT એક્ટ 2000 ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ અલગથી ગુનો નોંધાયો છે.

પકડાયેલા આરોપીઓમાં રાજેશ દાદુજી ઠાકોર, ઠાકોર વિકાસ વિનોદજી, સાગર ચંદ્રકાંતભાઈ સોલંકી અને સુરેશ માનસીભાઈ ચૌધરીનો સમાવેશ થાય છે. પ્રજાપતિ બ્રીજેશ, પ્રજાપતિ અક્ષય અને સાગર મોહનભાઈ અમૃતીયાને પકડવાના બાકી છે. આરોપીઓ પોતાના નામે બેંક ખાતા ખોલાવી ભાડે આપતા અને કમિશન પેટે સાયબર ફ્રોડ કરનારા ગઠિયાઓ સાથે મળીને છેતરપિંડી કરતું રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande