
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.)હારીજ બાયપાસ રોડ પર આવેલી દરજી સોસાયટીની બહાર પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇન તૂટી ગઈ છે. લીકેજને કારણે હજારો લીટર પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે અને સ્થાનિકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
પાઇપલાઇન અગાઉ પણ લીક થઈ ચૂકી હતી અને સમારકામ કરવામાં આવ્યો હતો, પરંતુ ખાડો પૂરવામાં ન આવવાથી પાઇપલાઇન ફરીથી તૂટી ગઈ છે.
દરજી સોસાયટી અને આસપાસની અન્ય સોસાયટીઓના રહીશોને પાણી ભરાવામાં અવરજવમાં મુશ્કેલી થઈ રહી છે. લોકોએ પાલિકાને તાત્કાલિક સમારકામ અને ખાડા પૂરા કરવાની વિનંતી કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ