સિદ્ધપુરમાં રોલિંગ પેપર–સ્મોકિંગ કોન વેચાણ પર પોલીસની કાર્યવાહી
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં પ્રથમવાર માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોનના વેચાણનો કિસ્સો બહાર આવ્યો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અમલ દરમિયાન સિદ્ધપુર પોલીસે શહેરના ચાર પાન પાર્લર પર દરોડા પ
સિદ્ધપુરમાં રોલિંગ પેપર–સ્મોકિંગ કોન વેચાણ પર પોલીસની કાર્યવાહી


પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : પાટણ જિલ્લામાં પ્રથમવાર માદક દ્રવ્યોના સેવન માટે ઉપયોગમાં લેવાતા રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોનના વેચાણનો કિસ્સો બહાર આવ્યો છે. જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અમલ દરમિયાન સિદ્ધપુર પોલીસે શહેરના ચાર પાન પાર્લર પર દરોડા પાડી કુલ રૂ. 8,410નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં યુવાનો તથા સગીરો દ્વારા ડ્રગ્સ, ચરસ, ગાંજો અને હાઇબ્રિડ ગાંજાના સેવન માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલનો ઉપયોગ વધતા, તેને અટકાવવા જિલ્લા કલેક્ટરે 6 ડિસેમ્બર 2025થી 60 દિવસ માટે જાહેરનામું બહાર પાડીને તેના સંગ્રહ, પરિવહન અને વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે.

જાહેરનામાના આધારે PSI જય શુક્લા અને તેમની ટીમે બાતમીના આધારે કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન ચાર સ્થળોથી 694 ગોગો સ્મોકિંગ કોન અને 400 રોલિંગ પેપર જપ્ત કરવામાં આવ્યા છે અને ચાર ઇસમો સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande