રત્નકલાકારે ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કર્યો, પરિવાર શોકમાં
સુરત, 13 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાબાગ નજીકના તિરુપતિ એપાર્ટમેન્ટમાં એક કરુણ ઘટના સામે આવી છે. આર્થિક તંગી અને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી કંટાળીને એક રત્નકલાકારે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધ
रत्न कलाकार ने की आत्महत्या


સુરત, 13 ડિસેમ્બર (હિ.સ.) સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ હીરાબાગ નજીકના તિરુપતિ એપાર્ટમેન્ટમાં એક કરુણ ઘટના સામે આવી છે. આર્થિક તંગી અને લાંબા સમયથી ચાલી રહેલી બીમારીથી કંટાળીને એક રત્નકલાકારે એપાર્ટમેન્ટના ચોથા માળેથી ઝંપલાવી આપઘાત કરી લીધો હોવાની માહિતી સામે આવી છે.

પ્રાથમિક તપાસ મુજબ મૃતકનું નામ ઘનશ્યામ રામોલિયા છે. તેઓ છેલ્લા છ મહિનાથી બેરોજગાર હતા અને સાથે સાથે કોઈ ગંભીર બીમારીથી પણ પીડિત હોવાનું જાણવા મળ્યું છે. બેરોજગારી અને બીમારીની બેવડી મુશ્કેલીઓના કારણે તેમણે હતાશામાં આવી આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતા જ કાપોદ્રા પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે અને આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.

આ ઘટના બાદ મૃતકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande