હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિકાસ માટે રાજ્ય સરકાર સમક્ષ સાત દરખાસ્તો
પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા શૈક્ષણિક, ભૌતિક અને બિન-શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવા તેમજ ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર સમક્ષ સાત મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વિકાસ માટે રાજ્ય સરકાર સમક્ષ સાત દરખાસ્તો


પાટણ, 13 ડિસેમ્બર (હિ.સ.) : હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા શૈક્ષણિક, ભૌતિક અને બિન-શૈક્ષણિક સુવિધાઓમાં વધારો કરવા તેમજ ખાલી જગ્યાઓ ભરવા માટે રાજ્ય સરકાર સમક્ષ સાત મહત્વપૂર્ણ દરખાસ્તો રજૂ કરવામાં આવી છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. કે.સી. પોરિયાએ આ અંગે માહિતી આપી હતી.

આ દરખાસ્તોમાં ગુજરાતી ભાષા ભવન શરૂ કરવા માટે એક પ્રોફેસર અને એક એસોસિએટ પ્રોફેસરની જગ્યા ફાળવવાની માંગણીનો સમાવેશ થાય છે. અગાઉ સરકારે ચાર આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ મંજૂર કરી છે. ઉપરાંત, સ્વનિર્ભર ધોરણે ચાલતા એમએસસી આઈટી અને કાયદા વિભાગને ગ્રાન્ટેડ બનાવવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે.

યુનિવર્સિટીમાં હાલ ખાલી રહેલી 58 બિન-શૈક્ષણિક જગ્યાઓ ભરવા માટે વર્કલોડના આધારે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવા નાણા વિભાગમાં દરખાસ્ત કરાઈ છે. આથી પ્રશાસનિક કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે અને વિદ્યાર્થીઓને વધુ સારી સેવાઓ મળશે.

લેડીઝ હોસ્ટેલ માટે રૂ. 5.88 કરોડ અને વડાલી કેમ્પસ માટે રૂ. 4.09 કરોડની અગાઉ પરત ગયેલી ગ્રાન્ટ ફરી ફાળવવા તેમજ યુનિવર્સિટીને સંપૂર્ણપણે સોલાર ઊર્જા આધારિત બનાવવા રૂ. 4.5 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે. આ દરખાસ્તો મંજૂર થાય તો યુનિવર્સિટીના સર્વાંગી વિકાસને નોંધપાત્ર વેગ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande