
ગીર સોમનાથ, 13 ડિસેમ્બર (હિ.સ.) : સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત D.L.S.S. યોજના અંતર્ગત હાઈટના આધારે ગીર સોમનાથ જિલ્લાના જે ખેલાડીઓ તા.૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા હોય તેવા ભાઈઓ/બહેનો માટે હાઈટ-હંટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બહેનો માટે તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા જેમની ઉંચાઈ ૧૬૩ સે.મી. કે તેથી વધુ હોય અને ભાઈઓ માટે તા. ૦૧/૦૧/૨૦૧૧ પછી જન્મેલા જેમની ઉંચાઈ ૧૭૩ સે.મી. કે તેથી વધુ હોય તે પ્રક્રિયામાં ભાગ લઈ શકશે.
આ વિગતો અનુસાર રમત-ગમતમાં રસ ધરાવતા ખેલાડીઓએ નીચે જણાવેલ સરનામે જન્મતારીખનો દાખલો અને આધારકાર્ડના પુરાવા સાથે (મૂળ ગુજરાતના નિવાસી ખેલાડીઓ માટે) તા. ૧૮/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૦૯:૦૦કલાકે નીચે પ્રમાણે સ્થળ પર સ્વખર્ચે હાજર રહેવા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે. આ યોજના વિશે વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રકચેરી, જિલ્લા સેવા સદન રૂમ. નં.૩૧૫, બીજોમાળ, ઇણાજ, જિ. ગીરસોમનાથ કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.
આ કસોટીનું સ્થળ સોમનાથ એકેડમી, બાયપાસ પાસે, કોડીનાર ખાતે રહેશે તેમજ વધુ માહિતી માટે કન્વીનર ગીતાબહેન વાળા ૭૦૧૬૭૯૯૬૬૮નો સંપર્ક કરવો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ