પોરબંદરની મચ્છી માર્કેટમાં સુવિધા વધારવા કેબિનેતમંત્રી ને રજુઆત.
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર દ્વારા નગરપાલિકા 2021માં ખારવા વાડ ખાતે મચ્છી માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આજ દિવસ સુધી અંદાજે 150 જેટલી મહિલાઓ મચ્છીનું વેચાણ કરી રોઝી રોટી કમાઈ છે પરંતુ હાલમાં માર્કેટમાં કોઈ પણ પ્રકારનો ઊંચો પ્
પોરબંદરની મચ્છી માર્કેટમાં સુવિધા વધારવા કેબિનેતમંત્રી ને રજુઆત.


પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.)પોરબંદર દ્વારા નગરપાલિકા 2021માં ખારવા વાડ ખાતે મચ્છી માર્કેટનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેમાં આજ દિવસ સુધી અંદાજે 150 જેટલી મહિલાઓ મચ્છીનું વેચાણ કરી રોઝી રોટી કમાઈ છે પરંતુ હાલમાં માર્કેટમાં કોઈ પણ પ્રકારનો ઊંચો પ્લેટફોર્મ ઉપલબ્ધ ન હોવાથી બહેનોને મચ્છીનું જમીન પર રાખી વહેંચાણ કરવું પડે છે.

માછલી એક જરાયુ શીઘ્ર નાશ પામનાર તથા ખાદ્ય વસ્તુ હોવાથી સ્વચ્છતા અને સ્વચ્છ વ્યવસ્થાનું ખાશ ધ્યાન રાખવું જરૂરી છે જેથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર હર્ષ સુનીલભાઈ ગોહેલે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડીયાને લેખિત આવેદન પાઠવી રજૂઆત કરતા જણાવ્યું છે કે આ માર્કેટમાં બેથી અઢી ફુટ ઉંચુ પ્લેટફોર્મ બહેનોને બેસવા માટે 1ફુટ ઊચું પ્લેટફોર્મ સાથે પાણીનો બોર કરવામાં આવે અને દરેક બહેનો માટે પાણીના નળની મચ્છીનાં પ્લેટફોર્મ ધોવાની વવ્યસ્થા કરવામાં આવે, પ્લેટફોર્મની બાજુમાં પાણી અને મચ્છીનાં વેસ્ટના નિકાલ માટે ગટરની વ્યવસ્થા કરવામાં આવે ઉપરાંત માર્કેટમા આવેલ દુકાનો જેમાં વધેલી માછલીનો સ્ટોક રાખતા હોય છે તેવી દુકાનોના શટર સડી ગયેલા હોવાથી આ શટર પણ બદલી આપવામાં આવે તે માટે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાને લેખિત આવેદન પાઠવી હર્ષ સુનિલભાઈ ગોહેલે રજુઆત કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande