
પોરબંદર, 13 ડિસેમ્બર (હિ.સ.) : પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ગંભીર બીમારી ધરાવતા દર્દીઓને દાખલ કરવામાં આવે છે. જેમાંથી મોટાભાગના દર્દીઓ ગરીબ અને આર્થિકરીતે નબળા વર્ગના હોય છે. સરકારી હોસ્પિટલમાં છેલ્લા 2 મહિનાથી આયુષ્માનકાર્ડ કાઢવાની બંધ છે. જેથી દર્દીઓને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પરિણામે દર્દીઓને રકમ ચૂકવવી પડે છે ત્યારે દર્દીઓની મુશ્કેલીઓનું નિવારણ કરવા પોરબંદરની ભીમ મહોત્સવ સમિતિ દ્વારા ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રીને લેખીત આવેદન પાઠવી તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya