પોલીસ અધિક્ષક દ્વારા ધારીના સરપંચો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ, સીસીટીવી લગાવનાર સરપંચોનું સન્માન
અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને ધારી તાલુકાના સરપંચો તથા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ ગામડાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાની
પોલીસ અધિક્ષક દ્વારા ધારીના સરપંચો અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઈ, CCTV લગાવનાર સરપંચોનું સન્માન


અમરેલી, 13 ડિસેમ્બર (હિ.સ.) આજરોજ પોલીસ અધિક્ષકના અધ્યક્ષસ્થાને ધારી તાલુકાના સરપંચો તથા ગ્રામ પંચાયતના પદાધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી હતી. બેઠકનો મુખ્ય હેતુ ગામડાઓમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે સીસીટીવી કેમેરા લગાવવાની બાબતે વિસ્તૃત સંવાદ કરવાનો હતો.

બેઠક દરમિયાન પોલીસ અધિક્ષકશ્રીએ ગ્રામ્ય વિસ્તારોમાં વધતા ગુનાખોરીના બનાવોને અટકાવવા તેમજ શાંતિ અને સલામતી જાળવવા માટે સીસીટીવી કેમેરાની મહત્વતા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે ગામના પ્રવેશદ્વાર, મુખ્ય ચોક, શાળા, મંદિર, બજાર વિસ્તાર અને સંવેદનશીલ સ્થળોએ કેમેરા ગોઠવવામાં આવે તો ગુનાઓને અટકાવવામાં અને તપાસમાં મોટી મદદ મળે છે.

આ પ્રસંગે જે ગામોના સરપંચોએ પહેલેથી જ પોતાના ગામમાં સીસીટીવી કેમેરા સ્થાપિત કર્યા છે, તેવા સરપંચોને પોલીસ પ્રશાસન તરફથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા અન્ય ગામોના સરપંચોને પણ પ્રેરણા મળે તેવો હેતુ રાખવામાં આવ્યો હતો.

બેઠકમાં હાજર સરપંચો અને પદાધિકારીઓએ પોતાના વિચારો અને સૂચનો રજૂ કર્યા હતા તેમજ ગામની સુરક્ષા માટે પોલીસ સાથે સહકાર આપવાની ખાતરી આપી હતી. અંતમાં પોલીસ અધિક્ષકશ્રીએ ગામડાઓને સુરક્ષિત અને નિર્ભય બનાવવા સૌની સંયુક્ત જવાબદારી હોવાનું જણાવ્યું હતું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande