જામનગર શહેરના જુદા-જુદા રાજમાર્ગો ઉપરના ગેપથી ટ્રાફીકની અંધાધૂધી : અકસ્માતની ભીંતિ
જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ટ્રાફીક સમસ્યા એટલી હદે વકરી છે કે, તે યુઘ્ધના ધોરણે કાયમી ઉકેલાઇ તેવી કોઇ શકયતા હાલમાં દેખાતી નથી. જો કે, આ સમસ્યા મહાનગરપાલીકા અને અન્ય સંબંધીત તંત્રના પાપે વકરી છે જે સર્વવીદીત છે. એવું નથી કે, શહેરમાં કેન
ટ્રાફિક ગેપ


જામનગર, 13 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરમાં ટ્રાફીક સમસ્યા એટલી હદે વકરી છે કે, તે યુઘ્ધના ધોરણે કાયમી ઉકેલાઇ તેવી કોઇ શકયતા હાલમાં દેખાતી નથી. જો કે, આ સમસ્યા મહાનગરપાલીકા અને અન્ય સંબંધીત તંત્રના પાપે વકરી છે જે સર્વવીદીત છે. એવું નથી કે, શહેરમાં કેન્સરની જેમ વકરેલી ટ્રાફીક સમસ્યાને હળવી ન કરી શકાય. પરંતુ આ સમસ્યા ઓછી થાય તે માટે ઇચ્છાશકિત અને દાનત તંત્રની નથી.

કારણ કે, શહેરના ટ્રાફીકથી અતિ વ્યસ્ત મુખ્ય માર્ગો પર આડેધડ ગેપ મૂકવામાં આવતા વાહનો ગમે ત્યારે બંને બાજુથી ટર્ન લેતા ચકકાજામની સમસ્યા સર્જાઇ રહી છે. આજકાલ દ્રારા આ માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

શહેરીજનોની સમસ્યા નિવારવા શરૂ કરાયેલી ઝુંબેશમાં પ્રથમ ખોડીયાર કોલોનીથી દીગ્જામ સર્કલ અને ત્યારબાદ પીએન માર્ગ પર અંબર સર્કલથી સેન્ટ ઝેવીયર્સ સ્કૂલ, શરૂ સેકશન માર્ગ કે જયાં જામસાહેબનો બંગલો, કલેકટર કચેરી, પોલીસ હેડકર્વાટર, ગર્વમેન્ટ કોલોની આવેલી છે અને અન્નપૂર્ણા ચોકડીથી હાપા માર્કેટ યાર્ડ સુધીના માર્ગમાં ગેપ એટલે ક્રોસીંગની હારમાળાથી રોજ હજારો વાહનચાલકો ટ્રાફીકજામનો ભોગ બની રહ્યા છે તો અકસ્માતનો ખતરો પણ ઝંળુબી રહ્યો છે. આમ છતાં મહાનગરપાલીકાના પદાધિકારીઓ અને અધિકારીઓ શહેરીજનો જે રોજની ટ્રાફીક સમસ્યાથી પીડા અનુભવી રહ્યા છે તેના પ્રત્યે આંખ આડા કાન કરતા અનેક સવાલ ઉઠ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande